________________
અશોક-આસોપાલવ]
[ ૧૩૩ વગેરે સ્થળેથી સ્કેચ તૈયાર કરાવીને એના આધારે અશોકવૃક્ષની ઉપર શાલવૃક્ષ ચીતરવાનું માર્ગદર્શન આપ્યું અને લગભગ
સ્મૃતિ-શેષ થવા માંડેલી એક મહત્ત્વની વસ્તુને પુનજીવન આપવામાં નિમિત્ત બનતા મેં પણ પરમ પ્રસન્નતા અનુભવી.
મારા દ્વારા સંકલિત, સંપાદિત કરેલું તીર્થકર ભગવાન મહાવીરના ૩૫ રંગીન ચિત્રાનું સર્વપ્રિય, અજોડ અને અભૂતપૂર્વ ચિત્રસંપુટ સં. ૨૦૨૯માં પ્રગટ થયું અને આચાર્યપ્રવરે તેમજ મુનિરાજોના હાથમાં તરત પહોંચી ગયું, એ વખતે સમેસરણના ચિત્રમાં અશોક ઉપર એક વધારાનું નાનકડું ઝાડ જોઈને કેટલાક સાધુપુરુષને તથા અન્યને નવાઈ લાગી. કેટલાકને એમ થયું કે મહારાજશ્રીને પૂછીએ, કેટલાકને થયું કે ભૂલ થઈ ગઈ લાગે છે. ચિત્રકારે ભૂલ કરી નાંખી હશે વગેરે. છેવટે કેઈએ મને સીધું પૂછ્યું, કેટલાકે પુછાવ્યું કે “અશોકની શોભા વધે માટે અશોકને જ ભાગ વધુ ખેંચે છે કે શું ? કેમકે આવું ક્યાંય જોયું નથી, કરવાનું જાણ્યું નથી વગેરે.”
પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશ્ન કરનારાઓને પ્રથમ તે આના ખુલાસા માટે લેખિત કે મૌખિક જણાવ્યું કે ચિત્રસંપુટમાં પાછલા ભાગમાં આપેલ ચિત્ર પરિચય જુઓ. જેમણે પુરાવા માગ્યા તેમણે શાસ્ત્રોક્ત પુરાવા આપ્યા. તેમણે સાશ્ચર્ય સંતોષ થયે.
મારે મન આનંદની બીજી બાબત એ બની કે આ ચિત્રસંપુટ પ્રકાશિત થયા પછી સાધુ મહારાજાઓ દ્વારા બનતાં