________________
અશેક-આસોપાલવ ]
[ ૧૨૫ આ પ્રાતિહાર્યોમાં અશોક, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, આસન અને દુભિ, આ પાંચ પ્રાતિહાર્યો આકાશમાં રહીને (પરમાભાની ડેક ઊંચે રહીને) પિતા પોતાનું કર્તવ્ય બજાવતા રહે છે. બાકીનાં ભામંડલ, ચામર તે પરમાત્માની પાછળ અને આજુબાજુએ જ હોય છે. રાજા, મહારાજા કે ચક્રવર્તીને ઓળખાવવા જેમ છત્ર, ચામર, છડી, સિંહાસન વગેરે રાજચિહ્ન હોય છે, તેમ પરમાત્માના પરઐશ્વર્યને ખ્યાત કરનાર દેવકૃત આ આઠ અતિશકે છે. એમાં પહેલું સ્થાન "અશકનું છે.
આ અશોકવૃક્ષ તે ભૂત, વર્તમાન અને ભાવિ ત્રણેય કાળના તીર્થકોની સેવામાં અનાદિ-અનંતકાળથી હોય જ છે એટલે અશોકવૃક્ષ તે સહુ માટે સામાન્ય (Common) છે. એટલે આ એક વૃક્ષ પૂર્ણ પરમાત્માવસ્થા પ્રાપ્ત થયા પછીથી ઠેઠ નિર્વાણપર્યન્ત સાથે જ રહે છે.
૧. માનવજાત હંમેશા નાની મોટી વ્યથાઓ, ઉપાધિઓથી ઘેરાએલી હોય છે અને તેનાં કારણે માનસિક ખેદમાં તે ડૂબેલી રહે છે. આ ખેદ દૂર કરવો હોય ત્યારે અશોકવૃક્ષને આશ્રય ઠીક પ્રમાણમાં લેવો જેથી શોક જ રહે. તીર્થંકરદેવના માથે રહેનારૂં ઝાડ રહસ્યમય વિશિષ્ટ ફળદાયક હોવું જ જોઈએ. જેવા નામ તેવા ગુણ. - ૨. જે ઝાડની નીચે રહેનારને શેકની વેદના દૂર થઈ જાય તે અશોક.