________________
૧૧૦ |
[ તીર્થંકરદેવની કેશમીમાંસા (વિચરતા) અનુકરણરૂપે જ છે તે જે મુખ્યમાં હોય તે તેના પ્રતિરૂપમાં કે અનુકરણમાં શું કામ ન હોય? અને વિચારતા તીર્થકરને વાળનું અસ્તિત્વ કહ્યું જ છે. સમવાયાંગ અને ઔપપાતિક સૂત્રે એના સાક્ષી છે માટે વિરોધ ન સમજે. વળી દાઢી-મૂછથી તે બીજા લાભે થાય છે. એક તે તીર્થકરે પુરુષ હોય છે તેમ જ પુરુષપણે જ હોય છે તેની પ્રતીતિ અને બીજું તેથી મુખની સુંદરતામાં વધારે થાય છે. શારા પરંપરાને પ્રતિકૂળ કંઈ લખાઈ ગયું હોય તે
મિથ્યા મે દુષ્કૃત અહીંયા બીજો લેખ પૂરો થાય છે.
૧. જો કે આ જમાનામાં સુધરેલા લેકોને દાઢી-મૂછ રાખવામાં ધણુ અસુંદરતા અને ત્રાસ લાગે છે.