________________
૧૦૬ ].
| તીર્થંકરદેવની કેશમીમાંસા અમર કેમ બની ગઈ એ બધી બાબતેની ચર્ચા-વિચારણા કરવાનું અહીં મુલતવી રાખું છું.
એ વાત જણાવું કે મારા પૂજ્ય ગુરુદેવે હસ્તક અંજનશલાકા માટે શરૂમાં જે મૂર્તિઓ ભરાવરાવી તેમાં મેં મોટાભાગની સંપૂર્ણ વાળવાળી બનાવરાવી અને જયપુર, અમદાવાદ સ્થળના શિલ્પીઓને પણ પૂરા વાળવાળી મૂર્તિ કરવા તાકીદી કરી એટલે છેલ્લાં પચ્ચીસ વરસમાં સારો એવો વેગ આવ્યું અને માથામાં પૂરા વાળવાળી મૂતિઓ ભરાવવી શરૂ થઈ ગઈ છે અને કલાકારને પણ આ પદ્ધતિ ખૂબ જ ગમી ગઈ હતી, પણ દુઃખદ બાબત એ છે કે હજુ કેટલાક આચાર્ય– પ્રવરમાં વાળથી મૂર્તિની મુખમુદ્રા કેટલી ભવ્ય, આકર્ષક નથી. અંજનશલાકા કરનારા આચાર્ય ભગવંતની થોડી ઉપેક્ષા, કાં શિલ્પ અંગેની ઓછી જાણકારી, મૂતિશિલ્પને જોઈએ તેવા અભ્યાસને અભાવ વગેરે કારણે મતિશિલ્પની કેટલીક સિદ્ધ પ્રણાલિકાઓ તૂટી ગઈ છે તે ખેદની વાત છે. સમય મળે ગુજરાતના છેલ્લાં ૩૦ વરસથી નવાં તૈયાર થએલાં મૂર્તિશિલ્પીઓનાં જયપુર, ડુંગરપુર, મકરાણું વગેરે સ્થળે તૈયાર થતી મૂર્તિઓ અંગે સમીક્ષાત્મક લેખ અને ધાતુની મૂર્તિની એક વખતની ઉન્નતિ અને આજે થએલી અવનતિ વગેરે ઉપર પણ થોડું લખવા ઇચ્છા છે. જે કોઈ વિદ્વાને આ બાબતમાં શોધ-સંશોધન કર્યું હોય તે જરૂર જણ.
૧. મારા સંપાદિત બહુમૂલ્ય ગ્રન્થ “તીર્થકર ભગવાન શ્રી મહાવીરના ચિત્રસંપુટમાંનું પહેલું ભગવાન શ્રી મહાવીરના ચિત્રનું મસ્તક જુઓ.