________________
તીર્થકરદવની કેશમીમાંસા ]
[ ૧૦૩ એવા પુરાવા જોયા પછી હું નથી માનતા કે અન્ય તર્કવિતર્કને સ્થાન રહેતું હોય? છતાં વાચકે વિચારી શકે છે અને સવાલ પણ ઉઠતા હોય તે જરૂર મને લખી શકે છે. જેથી મારી ધારણું યોગ્ય છે કે નહિ તેની મને સમજ પડશે.
પ્રશ્ન–અનુપમ ટીકાકાર પૂ.આ. શ્રી અભયદેવસૂરિજીએ બંને સૂત્રે ઉપર ટીકા લખતી વખતે તેમણે વાળની અવૃદ્ધિને નિયમ કેવલજ્ઞાન સાથે જ જ્યારે જણાવ્યો ત્યારે પંચમુષ્ટિ લોચ પછી તરત જ દેવાતિશય કે વજી પ્રયોગ દ્વારા સદાને માટે અવૃદ્ધિ થાય છે, એ વાત શું એમની સામે (શાસ્ત્રદ્વારા) હતી જ નહિ?
ઉત્તર–એને જવાબ હું શું આપી શકું?
પ્રશ્ન–બીજી વાત એ કે જ્યારે ઔપપાતિક અને ભગવતીજી આગમના મૂલપાઠોને પ્રબળ આધાર હતું ત્યારે તે ઉપરથી એ યુગમાં શું કાળા વાળવાળાં 'ચિત્ર આલેખાયાં હશે ખરાં?
ઉત્તર–સંભવ છે કે કદાચ બન્યાં પણ હોય. પણ તેવાં પ્રાચીન ચિત્રો જ મળતાં ન હોય તે પ્રાચીનકાળની પરેક્ષ બાબતને ચક્કસ જવાબ આજે મારાથી શી રીતે આપી શકાય?
પ્રશ્ન–શું પ્રસ્તુત લખાણના આધારે બીજા કેઈ માધ્યમ ઉપર ગૂંચળિયા કે વાંકડિયા વાળવાળી મૂતિઓ બની હશે ખરી?
૧. બારમી શતાબ્દી પહેલાના કાગળનાં ચિત્રો આપણે ત્યાં ઉપ્લબ્ધ થયાં હોય એવું જાણવામાં નથી.