________________
૮૦]
[ તીર્થંકરદેવની કેશમીમાંસા ઓળખાતાં ચાર ઘાતી કર્મોને ક્ષય કરે છે, એટલે ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ બને છે. એમ થતાં તેઓ સર્વગુણસંપન્ન બની ગયા. વિશ્વની સર્વોચ્ચકક્ષાએ પહોંચી ગયા ત્યારે પિતાની પ્રાપ્ત કરેલી પ્રચંડ આંતરિક આધ્યાત્મિક શક્તિને વિશ્લેટ થતાં અથવા ગલબ્ધિ–ગશક્તિના પ્રભાવે ૧૧ અતિશયે ઉત્પન્ન થાય છે. (આમાં દેવ નિમિત્ત નથી લેતા બાકીના ૧૯ અતિશય રહ્યા તે દેવકૃત–દેવે દ્વારા કરવામાં આવતા અતિશય છે. એથી તે કેવલજ્ઞાન થતાની સાથે જ કેવલજ્ઞાન તથા ભાવતીર્થકરની યથાર્થતા પ્રાપ્ત થતાં તેના પ્રભાવે દેવે પિતાની શાશ્વત ફરજના કારણે ચમત્કારિક વિવિધ અતિશ રચવા દ્વારા તીર્થંકરદેવના તીર્થકરને, તેઓશ્રીના વ્યક્તિત્વને પ્રભાવ વિસ્તારતા રહે છે. વાળની 'અવૃદ્ધિને અતિશય દેવકૃત અતિશય પૈકીને જ એક (૧૭ મે) અતિશય છે તે પછી તેને દીક્ષા પ્રસંગ જોડે શું લાગે વળગે? ઘાતકર્મના ક્ષયથી થતે વાળની અવૃદ્ધિને અતિશય, છદ્મસ્થાવસ્થામાં ઘાતકર્મ બેઠાં છે ત્યારે તે તેને
૧. એક બીજી બાબત સમજવી જરૂરી એ છે કે આ એક જ અતિશય એવો છે કે જેને સંબંધ ભગવાનની કાયા સાથે છે. એથી એનું મહત્ત્વ પણ વધારે છે. બીજા ગ્રન્થકારોએ અતિશયોની યાદીમાં આ અતિશયને વચમાં મૂક્યો પણ શ્રી સમવાયાંગ સૂત્રકારે સહુથી પહેલે એને ચમકાવ્યું. એમણે સહજિક કે કર્મક્ષયના કેઈ અતિશયને સ્થાન ન આપતાં, ત્રીજી કક્ષાના દેવકૃત (વાળ વગેરેની અવૃદ્ધિના) અતિશયને આદ્ય સ્થાન આપ્યું એ સાહજિકપણે હશે કે કંઈક ગર્ભિત કારણે હશે?