________________
૭૨ ]
[ તીર્થંકરદેવની કેશમીમાંસા વાળના ઝટીયાને પકડીને ત્રાસ આપવા માટે ભગવાનને ઘસડતા હતા. તે ઝટીયાં નહિ પણ ચઉમુઠ્ઠી લેચ કરતાં જે વાળ ચૂંટાયા વિનાના રહી ગયા-તૂટેલા રહી ગયા હતા તે વાળને પકડીને ભગવાનને ખેંચતા હતા, પણ પંચમુઠ્ઠી લેાચ થયા પછી ભગવાનને વાળને વધારે થયે હતો અને એ વાળ ખેંચતા હતા એવું સમજવાની જરૂર નથી.
એમની આ સમજ બુદ્ધિગમ્ય નથી અને જવાબ પ્રતીતિકર પણ ન લાગે. કેમકે લાચ કરતાં રહી ગયેલાં જે વાળ હતા તે તે ટૂંકા જ હોય, પ્રમાણમાં બહુ જ થેડા હોય અને સમૂહમાં પણ ન હોય પછી આવા કેશ-વાળને હાથથી શી રાતે પકડી શકાય? અરે! ચપટીથી પકડવા મુશ્કેલ બને, છતાં માને કે કદાચ ચપટીથી પકડે પણ એથી કંઈ વિશેષ ત્રાસન ઉપજે. “લુષિત” શબ્દને ભાવાર્થ લઈને ભગવાનની કાયાને ઘસડી હતી, તે તે ઘસડવા માટે વાળ ઓછામાં ઓછા બે-અઢી ઈંચ સુધીને હેય તે જ પકડીને ઘસડી શકાય, તે જ ભગવાનને ત્રાસ કે પીડા આપવાને હેતુ પાર પડી શકે અને જે આગળ માથે વજ ફેરવ્યાની વાત ટીકાકાર કરે ત્યારે ચપટીથી પકડવા જેટલા વાળ પણ ક્યાંથી હોય? (અનાર્ય દેશની આ ઘટના દીક્ષા લીધા પછી બીજા જ વરસે બની હતી તે ધ્યાનમાં લેવું ઘટે.)
શ્રી સમવાયાંગ' નામના આગમમાં વાળ માટે “અવસ્થિત એટલે કે “અવૃદ્ધિ-માવ” એ શબ્દ વાપર્યો છે. શ્રી
૧. સૂત્ર-૩૪, ૪ ૫૭-૫૮.