________________
( ૬૯
તીર્થકરવાની કેશમીમાંસા ] વાંકડિયા વાળ. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે કેવળજ્ઞાન વખતે તીર્થકર ભગવાનના માથા ઉપર વાળ જરૂર હોય છે એટલે વીતરાગસ્તેત્રના ટીકાકારની દીક્ષા પછી ખાસ વાળ ન હેય એ વાત આપણને કઈ રીતે ગળે ઉતરે?
વર્તમાનમાં વાચકોનું બહુધા માનસિક વલણ એવું રહે છે કે જ્યારે લોક સાથે ટીકા હોય ત્યારે લોકનો અર્થ કરવામાં વિશેષ ટાઈમ ન કાઢતાં ટીકાને સહારે લેવા જલદી લલચાય છે, એટલે લોકના ઊંડાણમાં વધારે ઊતરતા ન હવાથી શ્લોકને વાસ્તવિક અર્થ પૂરે કાઢી શકતા નથી, તરત જ ટીકાને આશ્રય લેવામાં આવે છે ત્યારે ક્યારેક એવું બની જાય છે કે ટીકા લોકના કેઈ કઈ કથનથી જુદી પડતી હોય તે પણ તેને કશો ખ્યાલ જ ન આવે. એ તે એમ જ સમજે કે ટીકાકાર ટીકા કરતા હોય એ લોકને અનુસરીને જ હોય ને! જે કે સામાન્ય રીતે ટીકાકારો સમજી વિચારીને જ ટીકા કરતા હોય છે, પણ ક્યાંક ક્યાંક મને પિતાને એ
૧. એક બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે શ્રી હેમચંદ્રાચાર્યજીએ વીતરાગસ્તોત્ર બારમી–તેરમી શતાબ્દીમાં રચ્યું છે. ટીકા અને અવચૂરિ સોળમી શતાબ્દીમાં રચાયા છે. સેંકડો વર્ષનાં ગાળા બાદ હેમચંદ્રાચાર્યજીને તે તે શ્લેકે પાછળ શું આશય હશે તેને પૂરતો ખ્યાલ સેંકડો વરમ બાદ આવે જ એવું નથી હોતું. ટીકાકારે તે પિતાની નજર સામે જે શ્લેક હોય તેને લક્ષ્યમાં રાખીને ટીકા કરતાં હોય છે, કહેવાને ભાવ એ છે કે સેંકડો વરસ બાદ થતી ટીકાઓ નિર્દોષભાવે કરવા છતાં ક્ષનિ થવાને સંભવ હોઈ શકે છે.