SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] [ તીર્થકરદેવની કેશમીમાંસા ટીકા વાંચનારા સહુએ દઢપણે તે માની લીધું પણ હવે વાચકે આ વાત ઉપર પુનઃ તટસ્થભાવે બરાબર વિચાર કરે. આગમકારે તે કેવળજ્ઞાન થાય ત્યારે જ તે પહેલાં કયારેય નહીં) ઈન્દ્ર મહારાજા ભગવાનને પિતાની દૈવિક શક્તિથી મસ્તક, દાઢી, મૂછ વગેરેની રચના કરી નાંખે ત્યારથી વાળ વગેરેની હંમેશાને માટે અવસ્થિતિ થઈ જાય છે પછી ઓછાવત્તા થવાપણું રહેતું નથી. આ વાત શ્રી હેમચંદ્રાચાર્યજી ભગવંતને સંપૂર્ણ માન્ય હતી અને તેના પુરાવામાં આ લેખમાં શ્રી હેમચંદ્રાચાર્યજીના ત્રિષષ્ઠી ગ્રન્થને એક અભિપ્રાય તે ટાંકે અને હવે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીના બીજા અભિપ્રાયની પણ નૈધ આપું. પુરાવો–શ્રી હેમચંદ્રાચાર્યજીએ સ્વરચિત ત્રિષષ્ટીશલાકાચરિત્ર ગ્રન્થમાં કેવલી ભગવાનને વાળ અને તે કુટિલવાંકડિયા હતા એ વાત તેઓશ્રીએ શ્રી સુવિધિનાથ ચરિત્રના ૭૦ મા શ્લોકમાં ઈન્દ્ર મહારાજા ભગવાનની સ્તુતિ કરતાં જણાવે છે. 'कौटिल्यं चेत् त्वया मुक्तं किं केशाः कुटिलास्तव ? ॥७॥ અર્થ:-સમવસરણની અંદર બિરાજમાન થએલા શ્રી સુવિધિનાથ ભગવાનનું મુખારવિંદ જોઈને સ્તુતિ કરતા ઈન્દ્ર મહારાજા બેલે છે કે ભગવાન ! આપે કુટિલતાને છોડી દીધી છે તે પછી આપના કેશ કેમ કુટિલ છે? ” કુટિલ એટલે ૧. આ શ્લેકને પૂર્વાર્ધ_ . वीतरागोऽसि चेद् रागः पाणिपादे कयं तव ?
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy