________________
૬૦]
[ તીર્થંકરદેવની કેશમીમાંસા પતે જ ભગવાનના દાઢી-મૂછના તમામ વાળની સુવ્યવસ્થિત રચના પોતાના દૈવિક પ્રભાવથી કરે છે. તે વાળ સાતડા જેવા વાંકડિયા, ખૂબ જ શ્યામ અને વાળ થડા નહિ પણ જથ્થાબંધ હોય છે. આ કરવાનું કારણ મુખની શેભા વાળથી હેવાથી જોનારને ભગવાન આકર્ષક, સુંદર અને ભાલ્લાસ જગાડે તેવા લાગવા જોઈએ.
સહુ ધીરજથી, શાંતિથી અને મનનપૂર્વક આ લેખ વાંચે જેથી લેખને ભાવ સારી રીતે સમજાય.
* *
*
આપણાં શાસ્ત્રોમાં ત્રણ છત્ર અને તીર્થકરને વાળની બાબતમાં અમુક બાબતમાં એકબીજા ગ્રન્થ વચ્ચે લખાણુની એકતા હોતી નથી. કેટલીક બાબતે સ્પષ્ટ, કેટલીક અસ્પષ્ટ, કેટલીક અધૂરી. આ પરિસ્થિતિમાં પ્રતિપાદન કરેલી બધી બાબતને લક્ષ્યમાં લઈને સાચે અને વધુમાં વધુ સુયોગ્ય નિર્ણય શું હોઈ શકે તે આ લેખમાં જણાવ્યું છે.
લેખકના જ્ઞાનની, બુદ્ધિ-શક્તિની પણ એક સીમા હોય છે. વળી છઘભાવ છે એટલે શાસ્ત્રવિરુદ્ધ વિચારણું રજૂ થઈ હોય કે નિર્ણય આ હેય તે મિચ્છામિ દુકકડે છે, અર્થાત્ ક્ષમા માગું છું.