SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વની ભૂમિકા परलोयहियं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो। अइ तिव्वकम्मविगमा, सुकोसो सावगो एत्थ ॥२॥ શાળા –-જે જીવ અતિ તીવ્ર (સંક્ષિણ) કર્મના નાશથી ઉપગવાળો થયો છતાં પરફેકને હિતકારી એવું જિનવચન સમ્યક પ્રકારે સાંભળે તે અહિં ઉત્કૃષ્ટ શ્રાવક જાણ. થરા માવાર્થ-અહિં “શ્ર ધાતુ ઉપરથી સાંભળે તે શ્રાવક, શું સાંભળે? જિનવચન, કોણ સાંભળે? –જે કોઈ જીવ. પ્રશ્ન –“જે કઈ જીવ જિનવચન સાંભળે તે શ્રાવક” એમ કહેવામાં જે કોઈ “એટલે શું? જે કઈ તે કોણ? ઉત્તર–શ્રાવક કુળમાં ઉત્પન્ન થયેલો જીવ જ શ્રાવક કહેવાય એમ નહિ, પરન્ત ક્ષત્રિયથી આરંભીને કઈ પણ કુળમાં વા જાતિમાં વા વંશમાં ઉત્પન્ન થયેલો જીવ જિનવચન સાંભળે તો તે શ્રાવક કહેવાય, જેથી બ્રાહ્મણના કુળમાં જ ઉત્પન્ન થયેલે જીવ જેમ વ્યવહારમાં બ્રાહ્મણ કહેવાય, અને અન્યજ કુળમાં ઉત્પન્ન થયેલે જીવ જેમ વ્યવહારથી અત્યજ કહેવાય, તેમ શ્રાવક કુળમાં ઉત્પન્ન થયેલે જ શ્રાવક કહેવાય એમ ધર્મની–ગુણની અપેક્ષાએ નથી, ધર્મની અપેક્ષાએ તે ક્ષત્રિય હોય કે બ્રાહ્મણ હોય કે અન્ય જ હોય ગમે તે કુળમાં જન્મેલે હાય, પરંતુ परलोकहितं सम्यग् यो जिनवचनं शृणोति उपयुक्तः। अतितीब्रकर्मविगमात् स उत्कृष्टः श्रावको अत्र ॥२॥ ૧ અહિં શ્રાવકને શબ્દાર્થ તત્ત્વદષ્ટિએ કહેવાય છે.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy