________________
૨૬૦
શ્રાવક ધર્મ વિધાન છે બારમા અતિથિ સંવિભાગ વતના તથા શિક્ષાવ્રતના) ૫ અતિચાર.
અવતરણ-પૂર્વ ગાથામાં બારમા વ્રતનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં બારમા અતિથિ સંવિભાગવ્રતના ૫ અતિચાર કહેવાય છે–
सच्चित्तणिक्खिवणयं, वजइ सच्चित्तपिहणयं चेव । कालाइक्कमपरववएसं मच्छरिययं चेव ॥ ३२ ।।
ગાથાર્થ –૧ સચિત્ત નિક્ષેપ, ૨ સચિત પિધાન, ૩ કાલાતિક્રમ. ૪ પરવ્યપદેશ, ને ૫ માત્સર્ય એ જ પાંચ અતિચાર બારમા વ્રતમાં વર્જવા. ૩ર છે આ ભાવાર્થ—આ નીચે લખેલા ૫ અતિચારે અનાભેગાદિકથી (ઉપયોગ શૂન્યતાથી વા સહસાકારથી વા અતિકામાદિકથી) થાય છે તે ૫ અતિચાર આ પ્રમાણે
૧ સચિત્ત નિક્ષેપ અતિચાર--મુનિ મહારાજને દાન દેવા ગ્ય અચિત્ત કલ્પનીય આહારાદિ વસ્તુ સચિત્ત વસ્તુમાં વા સચિત વસ્તુની ઉપર સ્પર્શાવીને મૂકે અને તેવી સચિત્તના સંઘ-સ્પર્શવાળી વસ્તુ મુનિરાજને વહોરાવે તે અતિચાર.
૨ સચિત્ત પિધાન અતિચાર-પિધાન એટલે ઢાંકણ, અર્થાત્ દાન દેવા ગ્ય આહારદિકની ઉપર (ઢાંક
सचित्तनिक्षेपणकं वर्जर्यात सचित्तपिधानकं चेव । कालातिक्रम-परव्यपदेशं मत्सरिकतां चैव ॥ ३२ ॥