SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અતિથિસંવિભાગ ત. ૨૫૯ છે અતિથિ સંવિભાગ વતના ૩ પ્રકાર. ૧ જઘન્ય અતિથિ સંવિભાગ – પૌષધ વ્રતના દિવસે ઉપવાસ હય, ચાર પ્રહરનો પૌષધ હોય અને આગળ પાછળના બે દિવસ એકાશન કે બેસણ કંઈ ન હોય તે પણ પારણાને દિવસે મુનિને વહેરાવીને જ અને જે ચીજ વહોરી હોય તેજ ચીજનું ભોજન કરવાને નિયમ હેય તે એ જઘન્ય અતિથિ સંવિભાગ. ૨ મધ્યમ અતિથિ સંવિભાગ – પૌષધ વ્રતના પાછલા દિવસે કઈ પચ્ચકખાણ ન હય, પૌષધના દિવસે ચાર પ્રહરને કે આઠ પ્રહરને પિસહ હોય, અને પારણાના દિવસે એકાસણુ વા બેસણ હોય, મુનિ મહારાજને વહેરાવીને જ અને જે વસ્તુ વહેરે તે વસ્તુનાજ ભેજનને નિયમ હોય એ મધ્યમ અતિથિ સંવિભાગ. ૩ ઉત્કૃષ્ટ અતિથિ સંવિભાગ – પૌષધ વ્રતના પાછલા દિવસે એકાસણ તથા પારણાને દિવસે પણ એક સણ અને પૌષધને દિવસે ચઉવિહાર ઉપવાસ સાથે ( ચાર પ્રહરને વા) આઠ પ્રહરને પસહ હોય, મુનિ મહારાજ જે વસ્તુ હેરી જાય તે જ પારણના એકાસણમાં ખાવી, આ પ્રકારને નિયમ ઉત્કૃષ્ટ અતિથિ સંવિભાગ છે. એ ત્રણ પ્રકારના અતિથિ સંવિભાગ પૌષધ વ્રતની સાથે જ સંબંધવાળા છે, અને વર્તમાનમાં અતિથિ વિભાગને એ વિશિષ્ટ વિધિ પ્રચલિત છે.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy