________________
શ્રાવકધમ ત્રિધાન
૧૩ ગાજર—એ પ્રસિદ્ધ અનન્તકાય છે, ગાજર એ નામ કદનું છે કે જે જમીનમાંજ લાંબુ વર્તુલાકારે વધે છે. એ કદની ઉપરના છેડ હાથ લગભગના હોય છે. લીલાં ગાજરને કાઇક રોટલી સાથે ખાય છે, તેનું શાક પણ થાય છે, અથવા માીને ખાય છે. પરન્તુ અનન્તકાય હાવાથી શ્રાવકને અભક્ષ્ય છે.
૨૦૨
~
૧૪ લૂણીની ભાજી— લૂણી એ કંદ મૂળ નથી પરન્તુ પાંદડાની ભાજી છે, તે નાની ને માટી (જંગલી ઘાલિકાને રાજઘાલિકા નામની ) છે, એને ન્હાનાં જીંડવાં અને તેમાં બીજ થાય છે. લૂણીના નાના છેાડ હોય છે, એના નાનાં ને મેટાં પાંદડાંનું શાક થાય છે, એ પાંદડાં અતિ કેમળ હોવાથી અનન્તકાય છે. (જેને ખાળવાથી સાજી ઉત્પન્ન થાય છે તે.)
૧૫ લાદ વા પદ્મિનીક એ કોઈ એક વિશેષ છે. તે અનન્તકાય છે.
૧૬ ગરમર (ગિરિકણિકા)—એ વનસ્પતિ કચ્છ કાઠીયાવાડમાં પ્રસિદ્ધ છે. એનું અથાણું કરવામાં આવે છે, પરન્તુ એ અનન્તકાય હેાવાથી શ્રાવકને અભક્ષ્ય છે.
૧૭ કિસલય—વૃક્ષને અથવા છે।ડ વિગેરેને શાખા એના ખૂણામાંથી જે નવી ટીસીએ-અંકુરા ફુટે છે તે કિસલય કહેવાય, ને તે ટીસીએમાંથી નવા પાંદડાં કુટે તે પ્રથમ અવસ્થામાં અતિ કોમળ ને સુંવાળાં હાય છે, તે કિસલય પત્ર કહેવાય. એ અને અનન્તકાય છે. વાસ્તવિક