________________
ભોગપભોગવિ.
૧૭૫. જે વિદ્યમાન છે તે ઘણી હિંસાવાળાં ફળનું ભજન નિરર્થક હેવાની અપેક્ષાએ પણ અભક્ષ્ય છે.
૧૬. સંધાણ (લીલું અથાણું)–લિંબુ, કેરી, ગુંદાં, કેરાં, કરમદાં, લીલાં મરી, ચીભડાં, મરચાં વિગેરેનું અથાણું
સૂકાઈ જાય તેવા તડકા આપ્યા વિનાનું લીલાશવાળું હોય તે તે અભક્ષ્ય છે. તદ્દન લીલું અથાણું ખાટાં ફળોનું હેય તે ત્રણ દિવસ ભય હોઈ તે ઉપરાન્ત અભક્ષ્ય છે, કારણકે ત્યાર બાદ ત્રસ જીવની ઉત્પત્તિ શરૂ થાય છે. અને ખાટાં નહિ એવાં ફળનું લીલું અથાણું તેજ દિવસ ભક્ષ્ય હેઈ બીજા દિવસથી અભક્ષ્ય છે. અથાણું માત્ર મજશેખને આહાર છે, કારણકે એ વસ્તુ ઉદરપૂર્તિ માટે નથી, કેવળ સ્વાદ ને ભેજનની લહેજત લેવા માટે છે, એના આલંબનથી ઉદરપતિની ચીજો વધુ પ્રમાણમાં ખવાય છે, તેથી જ અથાણાને વ્યવહાર વિશેષ છે, માટે સ્વાદ અને લહેજતની - ૧ તાત્વિક રીતે વિચારતાં તે અથાણું અભક્ષ્ય બને છે, કારણ કે કેરી આદિ ફળને વિશેષ તડકા આપી તદ્દન સૂકાં કરવામાં આવે તે તેલ મસાલો લાગી શકતે નથી. તેલ મસાલો લાગવાને હેજ પણ લીલાશ જોઈએ, નહિતર ફળ અને તેલ મસાલે બને અલગ જ રહે છે, જેથી ફળને રસ તેલ મસાલામાં ન ઉતરે તે અથાણું બનાવવાને કંઈ અર્થ નથી, તેથી બનાવનારાઓ સહેજ લીલાશ રાખે છે જ, માટે પ્રાય: અથાણું માત્ર અભક્ષ્ય છે એમ કહેવામાં કંઈ વિરોધ જણાતું નથી.