________________
ભાગે પ્રભાવિ॰
૧૫
શકે તે અનન્તકાય વનસ્પતિ અને બહુબીજ કાવને આહાર કરે. ત્યાં આહાર ચાર પ્રકારના છે-અશન, પાન, ખાદિમ, સ્વાદિમ. તેમાં અશનમાં આદુ, મૂળા, માંસ, ઇત્યાદિ ખાવાં વર્ષે. પાણીમાં માંસના રસ અને દિશ આદિ પીવાં વજે. ખાદિમમાં બળ આદિ પાંચ પ્રકારનાં ફળ ખાવાં વજે. અને સ્વાદિમમાં મધ આદિ સ્વાદિષ્ટ વસ્તુઓ વજે. એ ઉપભેગિવિધ.
॥ શ્રાવકને ચેાગ્ય પરિભોગ
એ પ્રમાણે પરિભાગમાં એટલે વસ્ત્ર આદિ ભાગ્ય પદાર્થોમાં પ્રથમ વચ્ચે જાડું શ્વેત ને અલ્પ મૂલ્યવાળું પહેરવું ચેાગ્ય છે. (કારણકે એમાંજ પાપારભ અલ્પ છે.) તેમજ અમુક સખ્યા પ્રમાણમાં (અલ્પ સંખ્યાએ) પહેરવાં, (પરન્તુ જરૂર ઉપરાન્ત મેટાઇને અર્થે વસ્ત્રોની ઘણી જોડ સંગ્રહ કરવી વા અવનવાં અદલખઢલ કર્યો કરવાં નહિ.) પરન્તુ શાસન પ્રભાવનાને અર્થે (દેહરે ઉપાશ્રયે જતાં, પ્રભુની પૂજા કરતાં, ગુરૂના સામૈયામાં જતાં, રથયાત્રાદિ વરઘેાડામાં જતાં ઈત્યાદિ પ્રસંગે) અતિ ઉત્તમાત્તમ વા દેવદુષ્ય (રેશમી પવઆદિ) જેવાં વસ્રા પહેરવાં, પરન્તુ વસ્ત્રનું સંખ્યા પરિમાણુ તે પરિમિત રાખવું. કૃતિભોજનતઃ ભોગાપભોગવિધિઃ॥
॥ શ્રાવકને ચાગ્ય કર્મ-વ્યાપાર ॥
શ્રાવક વ્યાપારાદિ પાપારણની પ્રર્ઘાત્ત ન કરે એ શ્રાવકના ઉત્તમ માગ છે, છતાં જો વ્યાપાર વિના આજી
૧૦