________________
૨૭૬
શ્રી વિજયપધસૂરિકૃત
મળવાથી પ્રાપ્ત થએલા સઘળા ભેગો મને સુખને માટે થશે. એટલું જ નહિ પણ આ બધી સ્ત્રીઓને સુખદાયી થશે. માટે હવે આપ આગ્રહને મૂકી દે. ૩૪૯
જંબુ કુંવર જ્યશ્રીને સટ જવાબ આપે છે – હે પ્રિયા! ક્ષણમાત્ર સુખ છેભોગમાં પણ દુઃખ બહુ, એહથી હું સ્વપ્નમાં પણ ભેગને કદી ના ચહું શું લાભ? તમને પણવિષયથી અહિતકરાએ જાણિએ, દુઃખ વિપાકે વિષયથી બહુ દુઃખ કહ્યા સંભારિએ.૩૫૦
અર્થ –હવે જંબુ કુમાર ઉત્તર આપે છે કે હે પ્રિયા! વિષય ભાગમાં ક્ષણ માત્ર (બહુજ અ૮૫) સુખ છે, પરંતુ પરિણામે ઘણું દુઃખ છે, એટલા માટે હું તેને સ્વપ્નમાં પણ કદાપિ ભેગની ચાહના કરતું નથી. તમને પણ એ વિષય સેવનથી શું લાભ થવાનું છે. કારણ કે એ વિષયે મને એકને જ નુકસાનકારી છે એમજ નહિ પરંતુ તમને પણ નુકસાનકારી છે. વિષય સેવનથી તેના પરિણામે ઘણું દુ:ખની પ્રાપ્તિ થાય છે. શ્રી વિપાક સૂત્રમાં કહ્યું છે કે–વિષયના પાપે જીવને બહુજ આકરા દુઃખે ભેગવવા પડે છે. વિગેરે બીના દુખ વિપાક નામના શ્રતસ્કંધમાં ઘણા દાખલા દઈને સમજાવી છે. ૩૫૦
જંબૂકુંવરે સમજાવવાથી આઠે સ્ત્રીઓ શું કરે છે, તે જણાવે છે –