________________
શ્રી વિજયપધસૂરિકૃત ન હોય તે સુખ કેવી રીતે અનુભવાય ? માટે હમણાં પ્રાપ્ત થએલ સ્વાધીન વિષય સુખને ભેગ. ત્યારે કુમાર જવાબ આપે છે કે જ્યાં રેગાદિની એટલે રોગ વગેરેની પીડા, તથા ચિંતા વગેરેથી થતી માનસિક પીડા ઘણી રહેલી છે, તેવા નર દેહમાં એટલે મનુષ્ય શરીરમાં ઈષ્ટના સમાગમમાં પણ શું સુખ રહેલું છે ? અર્થાત્ નથી જ. આ હકીકત સમજી એટલે શાણા પુરૂષે ઈસારા માત્રથી સમજી જાય છે. ૩૪
જબુર્કવર કનકશ્રીને સાડીત્રણ લેકમાં જવાબ આપે છેતેમ કનકશ્રી કહે પ્રત્યક્ષ સુખ આ ડિને, કિમ હો ?, નિવણના અદષ્ટ એવા શર્માને; દીક્ષા તણાં ફલ ભેગ તે તમને મલ્યા તો ભેગા, સહેજે મલ્યું તે ખીરસમું આગ્રહ કદી ના રાખવા.૩૪૩
અર્થ:–વળી કનકશ્રી નામે સ્ત્રી કહે છે કે પ્રાપ્ત થએલા આ પ્રત્યક્ષ સુખ મૂકીને તમે નહિ દેખાતા (મળશે કે નહિ મળે તેની ખાત્રી વિનાના) નિર્વાણના એટલે મોક્ષના સુખને શા માટે ચાહો છે ( ઈચછો છે. ) અત્યારે તમને જે ભેગ સુખ મળ્યાં છે તે દીક્ષાના ફલ રૂપ છે તે તે સુખને તમે ભેગ. ભેગો મેળવવાને માટે દીક્ષા લેવી તેના કરતાં દીક્ષાના ફળ રૂપ ભેગો જે સહેજે એટલે સ્વાભાવિક મળ્યાં છે તે ખીર સમાન ગણુને ભેગ. મળેલા પણ સુખને તજીને દીક્ષા લઈને ફરીથી તે મેળવવાને આગ્રહ કરવો નહિ. ૩૪૩ અન્ન પાકે વૃષ્ટિથી તે કુણ કુવાથી વારિને, ખેંચે જરૂર વિચાર કરજે સ્વસ્થ કરીને ચિત્તને,