________________
ભાવના કલ્પલતા
કેવલ લહી ઉપદેશ સુણીને સોમચંદ્ર ચરણ લહે, ભવ્યજન ઇમ સાંભળીને શીલમાં મજબુત રહે.ર૭૪
અર્થ –ાતિસ્મરણ જ્ઞાનથી પિતાને પૂર્વ ભવ આ પ્રમાણે જાયે-અરે ! પૂર્વ ભવમાં મેં ચારિત્રગ્રહણ કર્યું હતું પણ સ્ત્રી ઉપરના રાગને લીધે મેં તેને ત્યાગ કર્યો, માટે ચારિત્રનો ત્યાગ કરનાર એવા મને ધિક્કાર થાઓ. આવા પ્રકારનો પશ્ચાતાપ કરતાં શુકલ ધ્યાનમાં આરૂઢ થઈ ક્ષપકઆણિ માંડીને ઘાતાંકને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા, અને ધર્મોપદેશ દેવા માંડ્યા. તે સાંભળીને તેમના પિતા સોમચંદ્ર તાપસે તાપસપણાને ત્યાગ કરી ખરું ચારિત્ર ગ્રહણ કર્યું. આ હકીકત સાંભળીને ભવ્ય પુરૂએ વિષયેનો ત્યાગ કરી શિયલવ્રતમાં મજબુત રહેવું જોઈએ. ર૭૪
બધી જાતના અંધ પુરૂષોમાં કામાંધ મહા ખરાબ છેએમ જણાવે છે:જન્માંધ લેભાંધાદિમાં કામાંધ અધિક શાસ્ત્રમાં, ભેદ ન ગણે ઢોર જેવો માત દીકરી બેનામાં દોર ને નમાં તફાવત શુભ વિવેક ગુણે કરી, છે. જીવ ! બુઝ દષ્ટાંત અડદસ નાતરાંનું સાંભલી.૨૩૫
–(૧) જન્યથી આંધળો હોય તે જન્માંધ કહેવાય. (ર) લોભથી વિવેક ભૂલી જાય, તે લેભાધ કહેવાય. (૩) કોધથી ભાન ભૂલનાર કીધાંધ કહેવાય. માનાંધ માયાધ વિગેરે આંધળાઓમાં કામ એટલે તીવ્ર વિષયવાસનાને લઈને