________________
ભાવના કલ્પલતા
૧૫૫
થાપતાં શ્રાવક તણા પુત્રાદિ બહ ધમીં બને, આ ભવે જિનધર્મ સાધી પરભવે ચે મુકિતને. પપ
અર્થજ્ઞાનનાં ઉપકરણ એટલે ઉપયોગી સાધને જેવાં કે પુસ્તક વગેરે તે સાધમી બંધુને હોંશથી એટલે ઉમંગથી આપતાં. અને બાલકને ભણવા માટે પાઠશાળાઓની તેમજ કન્યાઓને ભણવા માટે કન્યાશાલાની સ્થાપના કરવી જેથી કરીને શ્રાવકનાં બાળકો તથા બાલિકાઓ ધમી એટલે ધર્મમાં આસ્થાવાળા બને. જેથી આ ભવમાં જૈન ધર્મની સાધના કરે અને તેથી પરભવમાં મુક્તિને એટલે મોક્ષને મેળવે.
કેણે ધાર્મિક બાલશીલાદિની સ્થાપના કરી? તે જણાવે છે -- નેમિસુરિ ગુરૂરાજના ઉપદેશને અવધારતા, શેઠ મનસુખભાઈ ધાર્મિક બાલશાલા થાપતા બાલક હજારો ધર્મના સંસ્કાર ઉત્તમ પામતા, દેશવિરતિ સર્વવિરતિ સાધીને સુખિયા થતા. પ૬
અર્થ–મારા ગુરૂવર્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરના ઉપદેશને ધ્યાનમાં લઈને પોરવાડ વંશના વિભૂષણ રૂપ શેઠ મનસુખભાઈ ભગુભાઈએ બાલકને ભણવા માટે બાલશાલા તથા કન્યાશાલા એટલે નિશાળની સ્થાપના કરી. જેમાં અભ્યાસ કરતા હજારો બાલકે અને બાલિકાઓ ધર્મના ઉત્તમ સંસ્કાર પામ્યા અને પામે છે. અને તેનાજ પ્રતાપે દેશવિરતિ ધર્મ તથા સર્વવિરતિ ધર્મ સાધીને સુખી થયા અને થાય છે. ૧૫