________________
૧૫૪
શ્રી વિજ્યપધસૂરિકૃત
ભવ્ય પિષધશાલ ચોરાશી વિશાલ કરાવતા, લાખ નેવું દ્રવ્ય સાતે ક્ષેત્રમાં પણ ખરચતા.૧૫૩
અર્થ–આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજીની પાસે આભડ શેઠે પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતને વિષે ત્રણ લાખ પ્રમાણ ધનને નિયમ લીધે. ત્રણ લાખથી વધારે ધન થાય તે ધર્મકાર્યમાં વાપરવું. ભાગ્ય ગે શેઠે કોડ ધન મેળવ્યું. (કરેડાધિપતિ થયા) તે દ્રવ્ય વડે તેમણે મોટી અને ભવ્ય એટલે સુંદર ચિરાસી પૌષધશાલાઓ બંધાવી તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા દેરાસર, પ્રતિમા તથા જ્ઞાન
એ સાત ક્ષેત્રમાં નવ લાખ દ્રવ્ય ખરચ કર્યો. ૧૫૩ વસ્તુપાલે સાતસે ભીમ શ્રાવકે ખંભાતમાં, શ્રેષ્ઠ ઔષધશાલ બંધાવી રહી ઔદાર્યમાં દેદશેઠે દેવગિરિમાં સહસ બાવન ટંકને, ખરચી સુપિષધશાલને બંધાવતા ધરી હર્ષને.૧૫૪
અર્થ–વસ્તુપાલ મન્ઝીશ્વરે સાતસે પૌષધશાલાઓ બંધાવી. તથા ભીમ શ્રાવકે ખંભાત નગરમાં ઉદારતા પૂર્વક દ્રવ્ય ખરચીને ઉત્તમ પોષધશાળા બંધાવી. તેમજ દેદ નામના શેઠે દેવગિરિને વિષે બાવન હજાર ટંક ખરચીને હર્ષ પૂર્વક સારી પૌષધશાલા બંધાવી. એ પ્રમાણે પૌષધશાલાની બીના ટુંકામાં જણાવી. ૧૫૪
સાધમિ બંધુઓને જ્ઞાનાદિના ઉપકરણ આપવા એમ જણાવે છે – જ્ઞાનાદિના ઉપકરણ દઈએ હોંશથી સાધમિને, પાઠશાલા બાલકની તેમ કન્યાશાલને;