________________
ભાવના ક૯પલતા
૧૩૧
દ્રવ્ય અડદસ લાખ ખરચી ગેખ બેઉ કરાવતી, દેરાણિ જેઠાણિ તણા શુભ ગોખલા કહે જનતતિ.૧૧૭
અર્થ:--વસ્તુપાલ મંત્રીને ઉત્તમ બુદ્ધિવાળી અનુપમાં દેવી નામે પત્ની હતી. તથા તેજપાલને લલિતાદેવી નામે પત્ની હતી. આ બંનેને ધર્મ ઉપર ઘણી શ્રદ્ધા હતી. આ દેરાણી જેઠાણીએ પણ અડદસ એટલે અઢાર લાખ દ્રવ્યને માર્ચ કરીને બે ગોખલા ઉત્તમ કારીગરીવાળા તૈયાર કરાવ્યા. જેની કારીગરી કરતાં પત્થરને જેટલો ભુકે પડે તેટલી ચાંદી કારીગરોને આપવામાં આવતી હતી. આ બંને ગેખલાઓને જનતતિ એટલે માણસોને સમૂહ દેરાણી જેઠાણીના ગેખલા આવા નામથી ઓળખે છે.
વસ્તુપાળ તેજપાળને દેરાસરમાં પૈસા વાપરવામાં પ્રેરણા કરનાર પણ આ અનુપમાદેવી જ હતી. જેની ટૂંક હકીકત આ પ્રમાણે–એક વખત બંને ભાઈઓ તેમની બંને પત્નીઓ સાથે ચતુર્વિધ સંઘ સહિત શ્રી શત્રુંજયની જાત્રા માટે નીકન્યા છે. રસ્તે જતાં ચારના ભયને લઈને તેમને વિચાર યે કે બધું દ્રવ્ય સાથે લઈ જવા કરતાં જરૂર પૂરતું દ્રવ્ય સાથે લઈને બાકીનું દ્રવ્ય કે ઈ ન જાણે તે પ્રમાણે જમીનમાં દાટી દેવું એવો વિચાર કરીને રાત્રી દ્રવ્ય અમુક જગ્યાએ કાટવા લાગ્યા. ખાડો ખોદતાં ભાગ્ય ચગે કીનું ઘણું ધન તે ઠેકાણેથી નીકળ્યું. બંને ભાઈઓ વિચારમાં પડ્યા કે આપણે આપણું દ્રવ્ય દાટવાને વિચાર કરીએ છીએ, ત્યારે ઉ૮ આપણને બીજુ દ્રવ્ય મળે છે. હવે આ નવા દ્રવ્યનું કરવું છે.