________________
૧૨૬
શ્રી વિજયપઘસૂરિકૃત
નાહડે બંધાવેલા જિનમંદિરનું વર્ણન કરે છે -- કરંટકાદિક શુભ સ્થલે શ્રી દેવસૂરિ ઉપદેશથી,
હેતેર “નાહડ વસહિ” આદિ મંદિરે ઉમંગથી; મંત્રિ નાહડ ભૂરિ ધનને વાપરી બંધાવતા, બિંબ પ્રતિષ્ઠા દેવસૂરિની પાસ તેમ કરાવતા.૧૯
અર્થ:–આચાર્ય મહારાજ શ્રી દેવસૂરિજીના ઉપદેશથી નાહડે (કેરટા વિગેરે) સારા સારા સ્થળોમાં નાહડ વસહિ” વગેરે નામથી બહોતેર દેરાસરે આનંદથી બંધાવ્યા. અને આ દેરાસરે બંધાવવામાં તે મંત્રીએ પિતાનું ઘણું દ્રવ્ય વાપર્યું. તથા તે દેરાસરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ તેજ શ્રી દેવસૂરિજીની પાસે કરાવી હતી. ૧૦૯
કુમારપાલે બંધાવેલા નવા જિનમંદિરનું બે લેકમાં વર્ણન કરે છે -- શ્રી હેમચંદ્ર સૂરીશના ઉપદેશથી સિદ્ધાચલે, તારંગતીથે સ્તંભતીર્થાદિક ઘણાં ઉત્તમ સ્થલે; શ્રાદ્ધ ભૂપ કુમારપાલ સહસ ઉપર શત ચાર ને, ચુમ્માલિ નવ્ય જિનાલયે બંધાવતા ધરી ખંતને ૧૧૦
અર્થ –કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરના ઉપદેશથી પરમ શ્રાવક થએલા ગુર્જરેશ્વર કુમારપાલે શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર, તારંગા તીર્થને વિષે, તથા સ્તંભતીર્થ (ખંભાત) વગેરે ઘણું ઉત્તમ સ્થાનને વિષે એક હજાર