________________
ભાવના કપલતા
૧૨૫
શ્રી ધર્મઘોષ સૂરીશનો ઉપદેશ તેણે સાંભળી, આવાં ઘણાંએ કાર્યમાં ઓછાશ નથી રાખી જરી.૧૦૭
અર્થ:–મંત્રી પેથડશાહે મંડપાએલ ગઢ એટલે માંડવગઢ, દેવગિરિ અને સિદ્ધાચલ વગેરે ઉત્તમ સ્થાનમાં શુભ અવસરે એટલે સારા મુકૃતમાં ચોરાસી પ્રાસાદ એટલે દેરાંઓ બંધાવ્યા. આ પેથડશાહે આચાર્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરનો ઉપદેશ સાંભળીને આવા પ્રકારના ઘણા ધાર્મિક કાર્યો કરવાના અને કરાવવાના પ્રસંગે દ્રવ્ય વાપરવામાં જરા પણ એ છે એટલે ઉણપ આવવા દીધી નથી. ૧૦૭
સિદ્ધરાજે પણ નવા જિનમંદિર બંધાવ્યા, તે કહે છે:-- અગીઆરસી ને તેમાં નૃપ સિદ્ધરાજે પત્તને, પ્રાસાદ રાજવિહાર નામે આદિ પ્રભુનો શુભ મને; પંચાશી અંગુલ માન પ્રતિમા ઋષભની પધરાવતા, કંજાને મ ખરચવાનો દાખલો બેસાડતા.૧૦૮
અર્થ:–વિકમ સંવત અગીઆર ને તેની સાલમાં ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે પાટણ નગરમાં પ્રથમ તીર્થકર શ્રી આદિનાથને રાજવિહાર નામનો પ્રાસાદ સારા ભાવથી બનાવરાવ્યું. અને તે જિનાલયમાં ઋષભદેવ પ્રભુની પંચાસી આંગલ પ્રમાણ પ્રતિમા પધરાવી અને તે પ્રસંગે ઘણા દ્રવ્યને ખરચ કરીને તે રાજાએ કંજૂસોને પણ દ્રવ્ય. ખરચવાને દાખલો બેસા. ૧૦૮