________________
ભાવના કપલતા
૧૦૫
પ્રમાણે પિતાની શક્તિ પ્રમાણે ભાવથી દ્રવ્ય વાપરીને ઘણું ઉત્સાહથી રાચતા એટલે આનંદ પામે છે. તેમજ તે સજન પુરૂષે મનુષ્ય ભવમાં તથા દેવ ભવમાં સંપૂર્ણ વૈભવ ભેળવીને જલ્દી મોક્ષ સુખને પણ મેળવે છે. ૮૦
કોના ઉપદેશથી કોણે કેટલા જિનબિંબ ભરાવ્યા, તે જણાવે છે – સંપ્રતિએ સાંભળી ઉપદેશ આર્ય સુહસ્તિને, જિનબિંબ કેડ સવા ભરાવ્યાભાવ આણીને ઘણો; પિત્તલ તણી પ્રતિમા સહસ પંચાણુ તેહ ભરાવતા, દર્શન કરાવી આત્મદર્શન શુદ્ધ એમ બનાવતા. ૮૧
અર્થ:પૂર્વે કહ્યા મુજબ સંપ્રતિ મહારાજાએ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આર્ય સુહસ્તિસૂરિ મહારાજને ઉપદેશ સાંભળીને ઘણે ભાવ લાવીને સવા કોડ જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ ભરાવી. તેમાં પંચાણું હજાર પિત્તળની પ્રતિમા તેઓએ ભરાવી છે. એવી રીતે બીજા ભવ્ય જીવોને પ્રતિમાના દર્શન કરાવીને સંપ્રતિ રાજાએ આત્મદર્શન એટલે પિતાના સમકિતને નિર્મળ બનાવ્યું.
અહીં સંપ્રતિ મહારાજ અને આર્ય સુહસ્તિસૂરિની ટુંકી હકીકત આ પ્રમાણે–રાજા સંપ્રતિ પાછલા ભવમાં ભિક્ષક હતા. કૌશાંબી નગરીમાં ફરતા ફરતા તે ભિક્ષુકે મુનિવરને જોયા. સાધુના વ્યવહારથી તે અજાણ્યો હતે. તેથી તેણે મુનિએની પાસે આહારની માગણી કરી. જવાબમાં તેમણે જણાવ્યું કે-આ બાબતમાં અમારા ગુરુ મહારાજ તને