________________
છ -- મદદનીશ ચેરિટી કમિશ્નરના અભિપ્રાય પ્રમાણે કલમ ૫૫ હેઠળ કોર્ટનો આદેશ મેળવવો જરૂરી જણાય તો તેણે ચેરિટી કમિશ્નરને રિપોર્ટ કરવો જોઇશે અને કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાને યોગ્ય લાગે તેવી રીતે તે રકમને અનામત રાખવાનો આદેશ તે કરી શકશે.
(૫) નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે આ સાથે જોડેલી. અનુસૂચિ ૧૪ના નમૂના પ્રમાણે પોતાના પ્રદેશ અથવા પેટા-પ્રદેશના ધર્માદાનું રજિસ્ટર રાખવું જોઇશે.
કલમ ૧પ હેઠળ કોર્ટને અરજી કરવા માટેનો સમય - કલમ પપ હેઠળ આદેશો માટે કોર્ટને ટ્રસ્ટીએ અરજી કરવાનો સમય ચેરિટી કમિશ્નર તરથી નોટિસ મળે તે તારીખથી ત્રણ મહિનાનો રહેશે.
પરંતુ ચેરિટી કમિશ્નર પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે, આ હેતુ માટે વધારે લાંબો સમય આપી શકશે અથવા સમયમાં વધારો કરી આપી શકશે.
જેને આધીન રહીને સમિતિ ક્લમ પ૬-ચ હેઠળ મિલકત ધરાવી શકે તે શરતો અને નિયંત્રણો :- (૧) કોઇ સમિતિ કલમ ૫૬-ચ હેઠળ....
૧. કોઇ સ્થાવર મિલકત ધરાવે, ત્યારે ખેતીની જમીનની બાબતમાં, દસ વર્ષ કરતાં વધુ હોય તે મુદત સુધી અને બિન-ખેતીની જમીન અથવા મકાનની બાબતમાં, ત્રણ વર્ષની મુદત સુધી રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વિના, તેનું કોઇ વેચાણ કરી શકાશે નહિ, તે ગીરે મૂકી શકાશે નહિ, તેનો વિનિમય કરી શકાશે નહિ અથવા તે બક્ષિસ આપી શકાશે. નહિ અથવા તે પટ્ટો આપી શકાશે નહિ.
૨. સમિતિના હેતુઓ માટે તરત જ અથવા નજીકની તારીખે જેનો ઉપયોગ કરવાનો ન હોય તેવા કોઇ નાણાં ધરાવે ત્યારે, રાજ્ય સરકાર અન્યથા પરવાનગી આપે તે સિવાય સમિતિ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અધિનિયમ, ૧૯૩૪માં વ્યાખ્યા કર્યા પ્રમાણેની કોઇ અનુસૂચિત બેન્કમાં, પોસ્ટલ સેવીંગ્સ બેન્કમાં અથવા કલમ ૩૫ હેઠળ રાજ્ય સરકારે માન્ય કરેલી સહકારી મંડળીમાં નાણાં અનામત મૂકશે.