________________
૭ ૩
(૨) મિલકત વર્ષોની મુદત સુધી પટ્ટધરાવી ન હોય અને મિલકતની કિંમત ગીરો નાણાંથી દોઢ ગણી વધારે હોય ત્યારે, સમિતિ, કોઇ સ્થાવર મિલકતના પ્રથમ ગીરોમાં આવાં નાણાં રોકી શકશે. સાર્વજનિક ટ્રસ્ટ વહીવટ ફંડમાં ફાળો આપવા બાબત ઃ
(૧) બિનધાર્મિક શિક્ષણની ઉન્નતિ અને ફ્લાવાના હેતુ માટે સંપૂર્ણપણે હોય અથવા પશુઓને તબીબી રાહત અથવા પશુરોગની સારવારના હેતુ માટે સંપૂર્ણપણે હોય તેવા ટ્રસ્ટ સિવાય જ દરેક સાર્વજનિક ટ્રસ્ટે દર વર્ષે પોતાની મિલકત અથવા ડમાંથી તેની એકંદર વાર્ષિક આવકના અથવા સાર્વજનિક ટ્રસ્ટ ધર્માદા હોય, તો તેનાં કુલ વાર્ષિક એકઠાં કરેલાં અથવા મેળવેલાં નાણાંના ૨ ટકાનાં દરે, સાર્વજનિક ટ્રસ્ટ વહીવટ ફ્રમાં ફળો આપવો જોઇશે.
[પરંતુ કોઇ સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં સન ૧૯૬૭ના વર્ષ દરમિયાન, કોઇપણ દિવસે પૂરી થતી બાર મહિનાની મુદતના સંબંધમાં અને તે પછીના બાર મહિનાની મુદતના સંબંધમાં પેટા-નિયમ (૨) હેઠળ આકારવાનો ફાળો, તે સાર્વજનિક ટ્રસ્ટની કુલ વાર્ષિક આવકના અથવા યથાપ્રસંગ તે ટ્રસ્ટે એકઠા કરેલાં અથવા મેળવેલા કુલ વાર્ષિક નાણાંના ૧ ટકાના દરે આકારવો જોઇશે.]
બિનધાર્મિક શિક્ષણની ઉન્નતિ અને ફ્લાવા માટેનું સાર્વજનિક ટ્રસ્ટ છે કે નહિ તે બાબતમાં કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ચેરિટી કમિશ્નર, સંબંધિત પક્ષકારની વિનંતી ઉપરથી અથવા પોતાની મેળે રાજ્ય સરકારને પ્રશ્ન લખી મોકલી શકશે અને તે અંગે રાજ્ય સરકારનો નિર્ણય આખરી ગણાશે.
૨. (૧-ક) પેટા-નિયમ (૧)માં ગમે તે મજકુર હોય તે છતાં, અને સદરહુ પેટા-નિયમના પરંતુકમાં નિર્દિષ્ટ કરેલી મુદત પૂરી થઇ હોય તે છતાં, સદરહુ પરંતુકમાં નિર્દિષ્ટ કરેલી મુદત પૂરી થયાના આરંભની અને