________________
૭૧
પર તેની મંજુરીનો શેરો હોવો જોઇશે.
(૬) ચેરિટી કમિશ્નરની ઓફ્સિમાં કલમ ૫૧ હેઠળ ચેરિટી કમિશ્નરને કરેલી અરજીઓનું એક રજિસ્ટર આ સાથે જોડેલી અનુસૂચિ ૧૧ના નમૂના પ્રમાણે રાખવું જોઇશે.
કલમ ૫૩ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટોને મળેલાં વસીયતી દાનોનું રજિસ્ટર :- દરેક પ્રદેશ અથવા પેટા-પ્રદેશના નાયબ અથવા મદદનીશ
ચેરિટી કમિશ્નરે, આ સાથે જોડેલી અનુસૂચિ ૧૨ના નમૂના પ્રમાણે એક રજિસ્ટર રાખવું જોઇશે અને તેમાં તેને જે વિલની નકલો મોકલવામાં આવી હોય અને જેમાં સાર્વજનિક ટ્રસ્ટોને વસીયતી દાનો આપવામાં આવ્યા હોય અથવા જેમાં તેવાં દાનોને પરિણામે સાર્વજનિક ટ્રસ્ટો બનતાં હોય તે વિલોની વિગતોનો સમાવેશ કરવો જોઇશે.
ક્લમ ૫૪ હેઠળ ધર્માદાના હિસાબો :
(૧) આ સાથે જોડેલી અનુસૂચિ ૧૩ પ્રમાણેના પત્રક રૂપે ધર્માદાના હિસાબ નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરને સાદર કરવા જોઇશે. (૨) નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર હિસાબ ખરો છે કે કેમ તે તપાસવાના હેતુ માટે ધર્માદા લેતી અથવા ઉઘરાવતી હોય તે વ્યક્તિના હિસાબના ચોપડા મંગાવી શકશે અને તેને જરૂરી લાગે તો, આ અર્થે જે વ્યક્તિને તે નીમે તેની પાસે તેનું ઓડિટ કરાવી શકશે અને આવા ઓડિટનો ખર્ચ તેવા હિસાબમાંથી આપવાનો આદેશ કરી શકશે.
(૩) ધર્માદો કોઇ ખાસ ધર્માદા અથવા ધાર્મિક હેતુ માટે યોજવામાં આવ્યો હોય અને તેવા હેતુ માટે તેનો ઉપયોગ ન થયો હોય અથવા માત્ર તેના ભાગનો જ ઉપયોગ થયો હોય તો, નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર ઉપલભ્ય રકમનો તેવા ધર્માદા અથવા ધાર્મિક હેતુ માટે ઉપયોગ
કરવો એવો આદેશ કરી શકશે.
(૪) અન્ય કોઇ કેસમાં તે રકમ વાપરવા માટે નાયબ અથવા