________________
૬૬
ભાગની અથવા અધિનિયમ હેઠળ ફાઇલ કરેલા કોઇ પત્રક નોટીસ, ખબર, હિસાબ, ઓડિટ રિપોર્ટ અથવા અન્ય દસ્તાવેજોની;
ખ. અધિનિયમ હેઠળની કોઇ તપાસની કાર્યવાહીની;
ગ. ચેરિટી કમિશ્નર સમક્ષની કોઇ અપીલની કાર્યવાહીની;
ઘ. ચેરિટી કમિશ્રરે, નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે આપેલા કોઇ પ્રમાણપત્રની;
(૨) નકલો આપવા માટેની ફી નીચે પ્રમાણે રહેશે :
ક. દરેક ૧૦૦ શબ્દો દીઠ
ખ. પ્રમાણિત કરેલી નકલોની બાબતમાં, સરખામણી માટે દરેક ૧૦૦ શબ્દો અથવા તેના ભાગ માટે વધારાની રકમ;
ગ. કોષ્ટકવાળા દસ્તાવેજની બાબતમાં, ઉપરનાં કરતાં બમણો
દર;
ઘ. માંગેલી નકલ અથવા નકલો તૈયાર કરવામાં વાપરેલા દરેક લસ્કેપ કાગળ માટે વધારાની ફી;
ચ. તાત્કાલિક નકલોની જરૂરિયાત હોય ત્યારે ખંડો (ક), (ખ), (ગ) અને (ઘ) માં નિર્દિષ્ટ કરેલા સંબંધિત દરના અડધા જેટલી વધારાની ફી.
સ્વત્વાર્પણની મંજૂરી માટે ક્લમ ૩૬ હેઠળની અરજી
(૧) સ્વત્વાર્પણની મંજૂરી માટેની દરેક અરજીમાં બીજી વિગતોની સાથે સાથે નીચેના મુદ્દાઓને લગતી માહિતીનો પણ સમાવેશ કરવો જોઇએ. ૧. ટ્રસ્ટના ખતમાં સ્થાવર મિલકતના સ્વત્વાર્પણ માટે કોઇ આદેશો છે કે કેમ;
૨. સૂચિત સ્વત્વાર્પણની શી જરૂર છે;
૩. સૂચિત સ્વત્વાર્પણ કઇ રીતે સાર્વજનિક ટ્રસ્ટના હિતમાં છે અને ૪. કરવા ધારેલા પટ્ટાની બાબતમાં, પાછલા પટ્ટાઓની શરતો, કંઇ હોય તો તે.