________________
૬૭
આવી અરજીની સાથે શક્ય હોય તેટલે સુધી, કોઇ નિષ્ણાતનો કિંમત-આંકણીનો રિપોર્ટ મોકલવો જોઇશે.
(૨) ચેરિટી કમિશ્નર મંજૂરી અથવા નામંજૂરી આપતાં પહેલાં પોતાને જરૂરી લાગે તેવી તપાસ કરી શકશે.
(૩) મંજૂરી આપતી વખતે ચેરિટી કમિશ્નર પોતાને યોગ્ય લાગે. તેવી શરતો મૂકી શકશે અથવા તેવા આદેશો કરી શકશે.
[(૪) કલમ ૩૬ની પેટા-કલમ (૧) હેઠળનો ચેરિટી કમિશ્નરનો નિર્ણય જેમાં સંબંધિત મિલકત આવેલી હોય તે વિસ્તારમાં ફ્લાવો ધરાવતા
સ્થાનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવો જોઇશે અને મંજૂરી માટેની અરજીની સંખ્યા, સાર્વજનિક ટ્રસ્ટના નામ, જે મિલકતના સ્વત્વાર્પણને મંજૂરી આપવામાં આવી હોય તેનું વર્ણન અને તે વેચવાની અથવા ગીરે મૂકવાની દરખાસ્ત હોય તે કિંમત અથવા જે ભાડાથી જે મુદત માટે તે પટ્ટે આપવા ધાર્યું હોય તે ભાડું અને મુદત અને આવા નિર્ણયના ટૂંકસાર સંબંધી મહત્ત્વની વિગતો વિશે માહિતી આપવા પૂરતી હોય તે રીતે જેમાં મિલકત આવેલી હોય તે પ્રદેશમાં ચેરિટી કમિશ્નર અને યથાપ્રસંગ નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરની ઓક્સિના નોટીસ બોર્ડ ઉપર પણ મૂકવો જોઇશે.] ક્લમ ૩૯ હેઠળ તપાસ ક્રવાની રીતઃ
નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરને એવું માલુમ પડે કે કલમ ૩૮ હેઠળના તપાસ કરવા માટે પ્રથમ દર્શનીય કેસ છે તો તેણે
ક. તપાસ માટે તારીખ નક્કી કરવી અને સંબંધિત ટ્રસ્ટી અથવા કોઇપણ અન્ય વ્યક્તિ ઉપર નક્કી કરેલી તારીખે હાજર થવા માટે નોટીસ બજાવડાવવી જોઇશે; અને
ખ. એવી સુનાવણી માટે નક્કી કરેલી તારીખે અથવા સુનાવણી ત્યાર પછીની કોઇ તારીખ ઉપર મુલતવી રહે તે તારીખે તેમનો કેસ રજૂ કરવાની અને પુરાવા રજુ કરવાની તેમને તક આપવી જોઇશે અને પોતાને