________________
૬૫
અને તેમાં તપાસ માટે જરૂરી દસ્તાવેજોની ઓળખ માટે જરૂરી હોય તેવી માહિતી હોવી જોઇએ.
(૩) સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાંની દરેક નોંધ અથવા તેના ભાગની અથવા અધિનિયમ હેઠળ ફાઇલ કરેલા દરેક પત્રક, નોટિસ, ખબર, હિસાબ અથવા ઓડિટ નોંધ અથવા અન્ય દસ્તાવેજોની તપાસ માટે દિવસ દીઠ એક રૂપિયાના દરે ફી લેવામાં આવશે.
પરંતુ નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર, પોતાના સ્વવિવેક પ્રમાણે, લેખિત હુકમ કરીને યોગ્ય કેસોમાં, એવી કોઇ નોંધો અને દસ્તાવેજોની તપાસ, તેને યોગ્ય લાગે તેટલી ઓછી ફી લઇને કરવા દેવી
જોઇશે.
વધુમાં નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર જે ઓછામાં ઓછી ફી લે તે, જેટલા દિવસ તપાસ થઇ હોય તે દરેક દિવસ દીઠ રૂપિયા એક લેખે ભરવા પાત્ર ફી રહેશે.
(૪) એની તપાસ, કામના કલાકો દરમિયાન, દરેક કેસમાં નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર માવે તેવી દેખરેખને આધીન રહીને, કરવા દેવી જોઇશે.
સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાંની નોંધોની
અને અન્ય દસ્તાવેજોની નક્શો આપવા બાબત :
(૧) આમાં હવે પછી નિર્દિષ્ટ કરેલી ફી ભર્યેથી, ચેરિટી કમિશ્નરે અથવા નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે અથવા આ અર્થે તેમનામાંથી કોઇએ અધિકૃત કરેલા અધિકારીએ, હિત ધરાવતી કોઇ વ્યક્તિની અથવા ચેરિટી કમિશ્નર અથવા નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર અથવા
આ અર્થે તેમનામાંથી કોઇએ અધિકૃત કરેલા અધિકારીએ પરવાનગી આપી હોય તેવી કોઇ અન્ય વ્યક્તિની અરજી ઉપરથી, જરૂરી હોય તો પોતાની સહીથી પ્રમાણિત કરેલી નીચેની નકલો તેને મોકલવી જોઇશે.
ક. સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાંની કોઇ નોંધની અથવા તેના