________________
૬૪
મિલકતમાંથી અથવા સાર્વજનિક ટ્રસ્ટ વહીવટ શ્ડમાંથી આપવાનું અથવા એવું ખાસ ઓડિટ કરવા માટે ચેરિટી કમિશ્નરને વિનંતી કરતી કોઇ વ્યક્તિએ ભોગવી લેવાનું ફરમાવી શકશે.
કલમ ૩૪ હેઠળ ઓડિટ કરવાનો અને ઓડિટ રિપોર્ટ વગેરે સાદર કરવાનો સમય ઃ- (૧) ટ્રસ્ટીએ હિસાબ મેળવ્યાની તારીખથી ૬ મહિનાની અંદર કલમ ૩૩ની પેટા-કલમ (૧) હેઠળ હિસાબ ઓડિટ કરાવવા જોઇશે અને ઓડિટરે ઓડિટ થયા પછી પંદર દિવસની અંદર નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરને ઓડિટ રિપોર્ટ સાથે સરવૈયાની અને આવકજાવકના હિસાબની નકલ મોકલવી જોઇશે.
તેમ છતાં નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર પૂરતાં કારણસર વધુ સમય આપી શકશે.
(૨) દરેક સાર્વજનિક ટ્રસ્ટોની નોંઘણી ઓફ્સિમાં અથવા સંયુક્ત સાર્વજનિક ટ્રસ્ટોની નોંધણી ઓફ્સિમાં પેટા-નિયમ (૧) હેઠળ મળેલા એવા ઓડિટ રિપોર્ટોનું એક રજિસ્ટર આ સાથે જોડેલી અનુસૂચિ ૧૦ના નમૂના પ્રમાણે રાખવું જોઇશે.
સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાંની નોંધોની અને અન્ય દસ્તાવેજોની તપાસ :
(૧) આમાં હવે પછી નિર્દિષ્ટ કરેલી શરતોને આધીન રહીને અને ફી ભર્યેથી, નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે, હિત ધરાવતી કોઇ વ્યક્તિની અથવા નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે આ અર્થે પરવાનગી આપી હોય તે કોઇપણ વ્યક્તિની અરજી ઉપરથી, સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાંની કોઇ નોંધ અથવા તેના ભાગની અથવા અધિનિયમ હેઠળ ફાઇલ કરેલા કોઇ પત્રક, નોટિસ, ખબર, હિસાબ, ઓડિટ રિપોર્ટ અથવા કોઇ અન્ય કોઇ દસ્તાવેજની તપાસ કરવા દેવી જોઇશે.
(૨) તપાસ માટેની અરજીમાં, દસ્તાવેજોની વિગતો નિર્દિષ્ટ કરવી