________________
४८
જણાવેલ ૩(બ)નો પ્રતિબંધ લાગુ પડશે નહીં અને અન્ય જોગવાઇઓ અનુસાર કરમુક્તિનો લાભ આપવામાં આવશે.
(૪) જાહેર ધર્માદા કે ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાના ફ્રનું રોકાણ પાછલા વર્ષમાં કોઇપણ સમયે આ માટે નિર્દિષ્ટ કરેલા રોકાણોમાં કરવામાં આવ્યું ન હોય તો તેવા ટ્રસ્ટ કે સંસ્થાને કરમુક્તિનો લાભ મળશે નહીં. આવકવેરાના કાયદાની કલમ ૧૧(૫) હેઠળ માન્ય કે નિર્દિષ્ટ રોકાણોની યાદી આપવામાં આવેલી છે.
નાણાંકીય ધારા ૨૦૦૦ થી થયેલ સુધારા મુજબ જો કોઇ ધર્માદા કે ધાર્મિક ટ્રસ્ટ દ્વારા ચલાવાતી હોસ્પિટલ, મેડીકલ સંસ્થા કે કેળવણીની સંસ્થામાંથી, હિત ધરાવનાર શખ્સને દાક્તરી કે કેળવણીની વિના મૂલ્ય કે રાહત દરે સેવા ઉપલબ્ધ કરાવવામાં આવતી હશે તો તેવી સેવાનું મૂલ્ય કરપાત્ર આવક ગણાશે. (તેવા મૂલ્ય પુરતી કોઇ જ કરમુક્તિ કલમ ૧૧ હેઠળની જોગવાઇ અનુસાર મળશે નહીં.)
વધુમાં ટ્રસ્ટ/સંસ્થાની ઉપરોક્ત કરપાત્ર (મૂલ્ય) આવક સિવાયની અન્ય આવક અગાઉની જોગવાઇઓને આધીન કરમુક્તિને પાત્ર ગણાશે. આ સુધારો ૨૦૦૧-૨૦૦૨થી અમલમાં છે. નિર્દિષ્ટ પ્રતિબંધક સંજોગો
ઉપર જોયા પ્રમાણે “હિત ધરાવનાર” શબ્સના લાભાર્થે ટ્રસ્ટની કે સંસ્થાની આવક કે મિલકતનો કોઇ ભાગ વાપરવામાં આવે તો ટ્રસ્ટ કે સંસ્થાને કરમુક્તિનો લાભ મળવાપાત્ર નથી. આવકવેરાના કાયદાની કલમ ૧૩(૨) હેઠળ અમુક ખાસ કિસ્સાઓ/સંજોગો દર્શાવવામાં આવ્યા છે તેવા સંજોગોમાં ટ્રસ્ટ કે સંસ્થાની આવક કે મિલકતનો ભાગ “હિત ધરાવનાર” વ્યક્તિના લાભાર્થે વપરાશમાં લેવાયેલ છે તેવું માની લેવામાં આવશે. આ સંજોગો નીચે મુજબના છે.
(૧) જો ટ્રસ્ટ કે સંસ્થાની કોઇપણ આવક કે મિલકતનો કોઇપણ ભાગ પાછલા વર્ષના કોઇપણ સમયે હિત ધરાવનાર શખ્સને પૂરતી