________________
૪૯
જામીનગીરી અને / અથવા પૂરતાં વ્યાજ વગર ધિરવામાં આવ્યા હોય.
(૨) જો ટ્રસ્ટ કે સંસ્થાની કોઇપણ જમીન, મકાન કે બીજી મિલકત હિત ધરાવનાર શખ્સને પૂરતું ભાડુ વસુલ લીધા વગર કે અન્ય પૂરતું વળતર વસુલ કર્યા વગર ઉપયોગ કરવા દેવામાં આવતા હોય.
(૩) હિત ધરાવનાર શખ્સને પગાર, ભથ્થું કે અન્ય રીતે કોઇ રકમો ટ્રસ્ટના કે સંસ્થાના સાધનોમાંથી પાછલા વર્ષ દરમિયાન તેવી વ્યક્તિએ ટ્રસ્ટ કે સંસ્થાને આપેલી સેવાઓ બદલ ચૂકવવામાં આવ્યા હોય અને તેવી ચૂકવણીની રકમ તેવી સેવાઓ બદલ વ્યાજબી પણે ચૂકવાતી રકમ કરતાં વધારે હોય.
(૪) જો ટ્રસ્ટ કે સંસ્થાની સેવાઓ પાછલા વર્ષ દરમિયાન પૂરતું મહેનતાણું કે વળતર લીધા સિવાય હિત ધરાવનાર શખ્સને પૂરી પાડવામાં આવતી હોય.
(૫)જો પાછલા વર્ષ દરમિયાન ટ્રસ્ટ કે સંસ્થાએ કે તેમના વતી હિત ધરાવનાર શખ્સ પાસેથી કોઇ શેર, સિક્યુરીટી કે અન્ય મિલકત ખરીદેલી હોય અને તેની ખરીદ કિંમત જરૂર કરતાં વધારે ચૂકવવામાં આવી હોય.
કોઇ
(૬) જો પાછલા વર્ષ દરમિયાન ટ્રસ્ટ કે સંસ્થાએ કે તેના વતી, શેર, સિક્યુરીટી કે અન્ય મિલકત હિત ધરાવનાર શખ્સને વેચી હોય અને જેની વેચાણ કિંમત ઓછી લેવાઇ હોય.
(૭) જો ટ્રસ્ટ કે સંસ્થાઓની કોઇ આવક કે મિલકત પાછલાં વર્ષ દરમિયાન હિત ધરાવનાર શખ્સની તરફેણમાં જતી કરવામાં આવી હોય (પરંતુ આવા કિસ્સામાં જો આવક કે મિલકતની કિંમત અથવા બન્ને મળીને કુલ રૂ. ૧,૦૦૦/- થી વધુ થતી ન હોય તો આ પ્રતિબંધિત જોગવાઇઓ લાગુ પડશે નહીં.)
(૮) જો ટ્રસ્ટ કે સંસ્થાના નાણા એવા એકમમાં રોકવામાં આવ્યા હોય જે એકમમાં હિત ધરાવનાર શખ્સનું “મહત્વનું હિત” (સબ્સ્ટનશીયલ