________________
૪૭
ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાની આવક અંગે મુક્તિના પ્રતિબંધોઃ
આવકવેરાના કાયદાની કલમ ૧૩(૧) અનુસાર નીચેના સંજોગોમાં ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાને આવકવેરા અંગેની (કલમ ૧૧-૧૨ હેઠળ) કરમુક્તિનો લાભ મળશે નહીં.
(૧) જો કોઇ ટ્રસ્ટ કે સંસ્થાની મિલકત કે તેનો ભાગ કોઇ ખાનગી ધાર્મિક હેતુસર ધારણ કરવામાં આવેલ હોય અને જેનો લાભ જાહેર જનતાને મળવાપાત્ર ન હોય.
(૨) તા. ૧-૪-૧૯૬૨ પછી અસ્તિત્વમાં આવેલ કે સ્થપાયેલા ટ્રસ્ટ કે સંસ્થા જો કોઇ ખાસ ધાર્મિક કોમ કે જ્ઞાતિના લાભ માટે સ્થપાયેલા હોય. આ બાબત એવો ખુલાસો કરવામાં આવેલ છે કે પછાત જાતિ, અનુસૂચિત જનજાતિ, સ્ત્રીઓ તથા બાળકો માટેના ટ્રસ્ટ કે સંસ્થાને “કોઇ ખાસ ધાર્મિક કોમ કે જ્ઞાતિ” માટેના ટ્રસ્ટ કે સંસ્થા ગણાશે નહીં.
(૩-અ) તા. ૧-૪-૧૯૬૨ પછી અસ્તિત્વમાં આવેલ કોઇપણ ટ્રસ્ટ કે સંસ્થા જેની આવકનો કોઇપણ ભાગ, ટ્રસ્ટ કે સંસ્થાના નિયમાનુસાર એવી રીતે વાપરવાનો થતો હોય કે જેનાથી “હિત ધરાવનાર” કોઇપણ શમ્સને સીધી કે આડકતરી રીતે લાભ મળવાનું પરિણમતું હોય.
(-બ) ગમે ત્યારે અસ્તિત્વમાં આવેલ ટ્રસ્ટ કે સંસ્થા, જેની આવક કે મિલકતનો કોઇપણ ભાગ પાછલા વર્ષ દરમિયાન “હિત ધરાવનાર” શબ્સના લાભાર્થે સીધી કે આડકતરી રીતે વપરાશમાં કે ઉપયોગમાં લેવામાં આવેલ હોય. અપવાદ :
આમ છતાં, તા.૧-૪-૧૯૬૨ પહેલાં સ્થપાયેલ ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાના કિસ્સામાં જ આવી આવક કે મિલકતનો કોઇપણ ભાગ, સંસ્થાના બંધારણના નિયમોના જિયાત શરત કે જોગવાઇના પાલનરૂપે “હિત ધરાવનાર' શષ્ણના લાભાર્થે વાપરવામાં આવતો હોય તો તેવા ટ્રસ્ટ કે સંસ્થાને ઉપર