________________
૪૧
ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવતા સ્વૈચ્છિક દાન
આવકવેરા કાયદાની કલમ ૧૨ની જોગવાઇઓ અનુસાર જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા મેળવવામાં આવતા સ્વૈચ્છિક દાન (વોલન્ટરી કોન્ટ્રીબ્યુશન)ની રકમ ટ્રસ્ટ કે સંસ્થાએ ધારણ કરેલ મિલકતમાંથી ઉદભવતી
આવક તરીકે ગણવાની જોગવાઇ કરવામાં આવી છે અને તેથી તેવી આવક જણાવેલી જોગવાઇઓને આધીન રહીને જ કરમુક્ત ગણવામાં આવશે. એટલે કે, એવી દાનની રકમ પણ અગાઉ જણાવ્યા પ્રમાણે વાપરવાની કે એકત્રિત કરવાની રહેશે. પરંતુ કલમ ૧૧(૧)(ડી)માં જણાવ્યા પ્રમાણે જો સ્વૈચ્છિક દાનની રકમ દાતા તરફ્થી સ્પષ્ટ સૂચના સાથે મળી હોય કે તેવી રકમ ટ્રસ્ટના કોર્પસ (સ્થાપિત ડ)ના ભાગરૂપે આપેલ છે તો તેવી આવક કરમુક્ત ગણવામાં આવશે. આ સંદર્ભમાં જો કોઇ ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાએ કોર્પસ સ્વરૂપનું દાન મેળવેલ હોય તો તે અંગેની લેખિત સૂચના દાતાઓ પાસેથી મેળવવી જોઇએ. ટૂંકમાં કોર્પસ દાનની રકમને ૮૫ ટકા વાપરવાની જોગવાઇ લાગુ પડતી નથી.
જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાની આવક્વેરાનું પત્રક ભરવાની જવાબદારી
આવકવેરા કાયદાની કલમ ૧૩૯(૪-એ)ની જોગવાઇ અનુસાર જો પાછલાં વર્ષ દરમિયાન જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાની કુલ આવક (કલમ ૧૧ અને ૧૨ હેઠળની કરમુક્તિની જોગવાઇઓ ધ્યાનમાં લીધા સિવાયની અને સ્વૈચ્છિક દાનની રકમ સહિતની) મહત્તમ કરમુક્ત મર્યાદાથી વધતી હોય તો તેમણે તેમનું આવકવેરાનું પત્રક નિયત સમયમર્યાદામાં ફ્રજિયાત ભરવું પડશે. મહત્તમ કરમુક્ત મર્યાદા રૂ।. ૫૦,૦૦૦/- છે. જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાએ આવકવેરાનું પત્રક નિયત નમૂના ફોર્મ ૩-એમાં ભરવું જરૂરી છે. દંડ ઃ જો ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા નિયત સમયમર્યાદામાં ભરવામાં કસૂર કરે તો વિલંબના પ્રત્યેક દિવસ દીઠ રૂ।. ૧૦૦/- દંડ ભરવાની