________________
૪૨
જવાબદારી ઉભી થાય છે. કલમ ૨૭ર-એ (૨-ઇ). ક્લમ ૧૧(૫) હેઠળ નિર્દિષ્ટ ક્રવામાં આવેલ માન્ય રોકણો :
(૧) ગવર્નમેન્ટ સેવિંગ્સ સર્ટિર્કિટસ એક્ટ, ૧૯૫૯ની કલમ ૨માં જણાવેલ સેવિંગ્સ સર્ટિક્િટસ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પોતાની નાની બચત યોજના હેઠળ બહાર પાડવામાં આવતી અન્ય સીક્યુરીટીઝ તથા. બચતપત્રોમાં રોકાણ.
(૨) પોસ્ટ ઓક્સિ સેવિંગ્સ બેન્કના ડિપોઝીટખાતામાં રોકાણ.
(૩) શીડ્યુલ્ડ બેંક તેમજ બેંકીગનો વ્યવસાય કરતી કોઇપણ સહકારી મંડળી (સહકારી બેન્ક મોર્ટગેજ બેંક સહિતની)ના કોઇપણ ડીપોઝીટ ખાતામાં રોકાણ.
(૪) ભારતીય યુનિટ ટ્રસ્ટના યુનિટોમાં રોકાણ.
(૫) નાણા માટે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં કે બહાર પાડવામાં આવેલી સીક્યુરીટીઝમાં રોકાણ.
(૫-એ) ૮% ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રીલીફ બોન્ડ.
(૬) કેન્દ્ર કે રાજ્યસરકાર દ્વારા જેના મુદલ તેમજ વ્યાજ બાબતની બાહેંધરી આપવામાં આવી હોય તેવાં કોઇ કંપની તેમજ કોર્પોરેશનના ડિબેન્ચરમાં રોકાણ.
(૭) જાહેર ક્ષેત્રની કોઇ કંપનીમાં ડિપોઝીટ.
(૮) ઓધોગિક વિકાસ માટે લાંબાગાળાની નાણાકિય સહાય પૂરી પાડતા નાણાકીય નિગમના કોઇ બોન્ડ'માં રોકાણ (કેન્દ્ર સરકાર દ્વારા કલમ ૩૬(૧/૮) હેતુસર માન્ય હોય તેવાં) | (૯) ભારતમાં રજીસ્ટર્ડ થયેલ અને ભારતમાં બાંધકામ કે રહેઠાણ માટેના મકાન અંગે, લાંબાગાળાની નાણાકીય સહાય પૂરી પાડતી પબ્લિક કંપનીના બોન્ડ'માં રોકાણ (કેન્દ્ર સરકાર દ્વારા કલમ ૩૬(૧/૮)માં હેતુસર માન્ય હોય તેવાં)
(૧૦) સ્થાવર મિલકતમાં રોકાણ પરંતુ તેમાં મકાનમાં જડવામાં