________________
૪૦
સંસ્થાઓને નીચે મુજબની જોગવાઇઓ લાગુ પડશે.
(અ) કલમ ૧૧(૨)ની જોગવાઇ મુજબ નમુનો-૧૦ રજુ કર્યેથી મહત્તમ પાંચ વર્ષ સુધી એકત્ર કરેલ આવક અન્ય કોઇ ટ્રસ્ટ/સંસ્થા, ઙ, યુનિવર્સિટી, શેક્ષણિક સંસ્થા હોસ્પીટલ કે મેડીકલ સંસ્થા ખાતે જમા કરવામાં આવશે કે તેમને ચુકવવામાં આવશે તો તેવી જમા કરેલ કે ચૂકવેલ રકમ ટ્રસ્ટ/સંસ્થાના હેતુ માટે વપરાશ ગણાશે નહીં. આકારણી અધિકારીને પણ આ રીતે એકત્ર કરેલી આવક અન્ય ટ્રસ્ટ/સંસ્થાને જમા આપવા/ચૂકવવાની છુટ આપવાની સત્તા રહેશે નહિ.
નાણાંકીયધારા ૨૦૦૩ થી આવકવેરા કાયદાની કલમ ૧૧(૩એ) હેઠળ બીજો પ્રોવાઇઝો દાખલ કરવામાં આવેલ છે. આ પ્રોવાઇઝો મુજબ જો કોઇ ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા આવકનું એકત્રીકરણ (એક્યુપ્યુલેસન) કરવામાં આવેલું હોય અને તેવી આવકનું કલમ ૧૧(૨) (બી) મુજબ રોકાણ કરેલા હોય અને ત્યાર પછી તેવા ટ્રસ્ટ કે સંસ્થાનું વિસર્જન થાય એટલે કે ટ્રસ્ટ કે સંસ્થા ડિઝોલ્વ થાય તો તેવા સંજોગોમાં આકારણી અધિકારી તેવી એકત્ર કરેલ આવક કલમ ૧૧(૩) (ડી) માં જણાવેલ પ્રતિબંધિત હેતુઓ જેવા કે અન્ય ટ્રસ્ટ કે સંસ્થા, યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ કે મેડીકલ સંસ્થા વગેરેને ખાતે જમા આપવા કે ચુકવવા વાપરવા દેવાની છુટ આપી શકશે.
(બી) ઉપર જણાવ્યા પ્રમાણે અન્ય ટ્રસ્ટ/સંસ્થાઓ વિગેરેને અપાતાં દાન માત્ર ટ્રસ્ટ કે સંસ્થાની ચાલુ વર્ષની આવકમાંથી જ અપાયેલ હશે (એકત્ર કરેલ આવકમાંથી નહિ) તો જ તેવી રકમ ટ્રસ્ટ/સંસ્થાના હેતુઓ માટે વપરાયેલ ગણાશે.
(સી) સ્થાપિત ડોને મળેલ દાન (Corpus Donation) સંબંધી આવા દાન કરમુક્ત હોવાની જોગવાઇમાં ફર થયેલ નથી.(આવાં સ્થાપિત ફ્રને મળેલ દાનની રકમ જે તે પાછલાં વર્ષ દરમ્યાન જ વાપરવાની જરૂરીયાત રહેતી નથી.)