________________
૩૯
ટ્રસ્ટ કે સંસ્થાની આવક તરીકે કરપાત્ર ગણવામાં આવશે અથવા નિયત સમય મર્યાદામાં પૂરી થતાં પછીના વર્ષની આવક તરીકે કરપાત્ર ગણવામાં આવશે. કલમ ૧૧(3)
(૫) જો પોતાના નિયંત્રણ કે અંકુશ બહારના સંજોગોને કારણે ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા એકત્રિત કરાયેલી આવકનો ઉપયોગ નોટીસ દ્વારા ફોર્મ નં. ૧૦માં જણાવેલ નિયત હેતુ માટે કરવો શક્ય ન હોય તો ટ્રસ્ટ કે સંસ્થા આકારણી અધિકારીને અરજી કરીને ટ્રસ્ટના અન્ય ઉદેશો સાથે અસંગત ના હોય તેવા કોઇ હેતુ માટે તેના ઉપયોગ કરવાની રજા માંગી શકશે અને તેવા બદલાયેલ હેતુ અગાઉ નિર્દિષ્ટ કરેલ હેતુ ગણીને કરમુક્તિનો લાભ આપવામાં આવશે. કલમ ૧૧(એ).
- સી.આઇ.ટી. વિ. નાગપુર હોટલ ઓનર્સ એસોસીએશન (૨૦૦૧) - ૧૬૪ સી.ટી.આર. (સુપ્રીમ કોર્ટ) પા. નં. ૧ ના ચુકાદા મુજબ ફોર્મ ૧૦માં આવક એકત્રીત કરવા અંગે નોટીસ આપવાના સમય બાબત ઠરાવવામાં આવેલ છે કે નિયમ ૧૭માં આવી નોટીસ આપવા સંબંધી સમય મર્યાદા સુચવાયેલ છે. પરંતુ કાયદાની કલમ ૧૧(૨)માં કોઇ સમયમર્યાદા નિશ્ચિત થયેલ નથી. તેથી આવી નોટીસ મોડામાં મોડું આકારણી પુર્ણ થયા અગાઉ મોકલી શકાય. ધર્માદા ટ્રસ્ટ/સંસ્થાની આવક વાણીજ્ય સિદ્ધાંતોના આધારે નક્કી કરવી જરૂરી છે. તેથી અગાઉના વર્ષનો ખર્ચ (Deficit) ચાલુ વર્ષની આવકમાંથી વપરાય તો તેવા વપરાશને આવકનો કલમ ૧૧ હેઠળ વપરાશ થયેલો ગણાય.
- ગોવિંદા નાયડુ એસ્ટેટ વિ. એડીઆઇટી ૨૪૮ આઇટીઆર ૩૬૮ (મદ્રાસ) ધર્માદા/ધાર્મિક ટ્રસ્ટ દ્વારા આવક એક્સ ક્રવાની ઉપરની જોગવાઇઓમાં સુધારા(આકરણી વર્ષ ૨૦૦૩-૦૪):
આવકવેરા કાયદાની કલમ ૧૧(૨) માં નોંધપાત્ર સુધારા કરવામાં આવેલ છે. જેના કારણે જાહેર ધર્માદા ટ્રસ્ટ/સંસ્થા તેમજ ધાર્મિક ટ્રસ્ટી