________________
૨૧
કે સમગ્ર સંઘની કે શાસનની નીતિથી વિરુદ્ધ વહીવટ કરી શકે નહિ. આપણી ધાર્મિક સંસ્થાઓના દ્રવ્યોના સામાન્ય સાત પ્રકાર પાડવામાં આવ્યા છે, જેને સાત ક્ષેત્ર કહે છે. ચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને સાધારણ -એ સાત ધાર્મિક ક્ષેત્રો છે, અને તે દરેકના દ્રવ્યો જુદા જુદા ખાતામાં રાખીને જુદો જુદો વહીવટ કરવાની રીત હતી.
પ્રથમના ખાતાંઓનો ઉપયોગ ઉતરતા ખાતાઓમાં ન કરવો જોઇએ.
પરંતુ પાછળના ખાતાનો કોઇપણ આગળના ખાતામાં ઉપયોગ થઇ શકે. આ દ્રષ્ટિથી ચૈત્ય-દ્રવ્યનો ઉપયોગ અન્ય કોઇપણ ખાતામાં ન થાય અને સાધારણ ખાતાનો ઉપયોગ તેની પૂર્વના છ ખાતામાં થાય, આ મર્યાદા છે.
ચૈત્ય-દ્રવ્યમાં સર્વ નિક્ષેપાથી નિક્ષિપ્ત જિનેશ્વર પ્રભુની પૂજા-સત્કારભક્તિ નિમિત્તે જે દ્રવ્ય એકત્ર થયું હોય તેનો સમાવેશ થાય છે. $1101દ્રવ્યમાં પ્રભુની સર્વ નિક્ષેપાથી નિક્ષિપ્ત વાણીના પૂજા-સત્કાર-પ્રચાર-રક્ષણ વિગેરે નિમિત્તોથી એકત્ર થયેલા દ્રવ્યનો સમાવેશ થાય છે.
સર્વ નિક્ષેપાથી નિક્ષિપ્ત સાધુત્વના પ્રયોજક નિમિત્તોથી સંકલ્પિત દ્રવ્યોનો સમાવેશ થાય છે. એજ પ્રમાણે સાધ્વીત્વ, શ્રાવકત્વ અને શ્રાવિકાત્વના પ્રયોજક દ્રવ્યો વિષે પણ સમજવું. તેથીં કોઇ પણ સાધુ મમત્વ ભાવથી પોતાના ખાનપાન કે વસ્ત્ર વિગેરેના ઉપયોગ માટે ધનનો સંચય કરે, તે સાધુત્વનું પ્રયોજક નિમિત્ત ન હોવાથી સાધુ-ક્ષેત્રનું દ્રવ્ય ગણાશે નહિ : તેમજ શ્રાવકો સાંસારિક હેતુઓને ઉદ્દેશીને જે દ્રવ્ય એકઠું કરે તે શ્રાવક-ક્ષેત્રનું દ્રવ્ય ન ગણાય, કારણ કે-તે શ્રાવકત્વનું પ્રયોજક નથી હોતું. સાધારણ-દ્રવ્ય એટલે ઉપરના છ ગમે તે ધાર્મિક ખાતામાં તેનો ખર્ચ
કરી શકાય, પરંતુ તે શિવાયના કોઇ પણ ખાતામાં તેનો ખર્ચ ન કરી શકાય એવી તેની મર્યાદા છે. એટલે શ્રાવક તથા શ્રાવિકાના શ્રાવકત્વ પ્રયોજક પ્રસંગમાં સાધારણ-દ્રવ્ય ખર્ચી શકાય, પણ અન્ય સાંસારિક પ્રયોજન માટે ન જ ખર્ચી શકાય.
જો એમ ન હોય તો પછી સાધારણ ખાતામાંથી કોઇ શ્રાવક પોતાનું