________________
૨૦
૪. ટ્રસ્ટીઓમાં ફર થયો હોય તો ચેન્જ રીપોર્ટ ભરવાની સૂચના આપવી.
૫. ઓડિટના વર્ષમાં અગાઉના વર્ષનો ચેરીટી ફાળો ભરવામાં ન આવ્યો હોય તો ટ્રસ્ટી સાથે તપાસ કરાવવી.
૬. ઇન્કમટેક્ષ મુજબનું ૧૨/એ સર્ટીફીકેટ, ચેરીટીનો દાખલો, ટ્રસ્ટ ડીડ, વિગેરે આપણી ફાઇલમાં ન હોય તો ટ્રસ્ટી પાસે આ બધાની ઝેરોક્ષ નકલ માંગવી. જૈનધર્મની દ્રષ્ટિએ સાતક્ષેત્રનો હિસાબ રાખવા અંગે સમજણ.
જૈનધર્મ પાળનારાઓની મૂખ્ય ધાર્મિક સંસ્થાઓ ત્રણ. જેન મંદિરો, ઉપાશ્રયો અને જ્ઞાનભંડારો. આ ત્રણ સંસ્થાઓનું અસ્તિત્વ પ્રભુ મહાવીરના શ્રમણનિગ્રંથોના ઉપદેશ, ત્યાગ અને પ્રબળ આત્મભોગને આભારી છે અને ધર્મનો જનસમાજને લાભ મળે, એ માટે એ ત્રણ સંસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે. તેથી વાસ્તવિક રીતે એ સંસ્થાઓના માલિક જેનસંઘ છે અને આખા સંઘની પ્રત્યેક વ્યક્તિ તેનો ટ્રસ્ટી છે. એ દ્રષ્ટિથી પરંપરાગત પટ્ટધર આચાર્ય આખા સંઘના મુખ્ય પ્રતિનિધિ હોવાથી, એ તમામ સંસ્થાઓના મુખ્ય ટ્રસ્ટી છે. આ દ્રષ્ટિથી ગમે તે સ્થળે ગમે તે ઉપર જણાવેલી જેન સંસ્થા હોય, તેના તે મુખ્ય ટ્રસ્ટી છે.
એક ગૃહસ્થે પોતાના ઘરના પૈસાથી દેરાસર કે ઉપાશ્રય બંધાવ્યો હોય, તો પણ તેનો માલિક રહી શકતો નથી. કારણ કે-તેના ઉપર સંઘની માલિકી થાય છે અને તેના મુખ્ય ટ્રસ્ટી પટ્ટધર આચાર્ય થાય છે છતાં તે જ ઉપાશ્રય કે મંદિરનો વહીવટ તેજ ગૃહસ્થ કરતા હોય, તેનો અર્થ એ નથી કે-તેમણે બંધાવ્યો છે માટે તેનો જ વહીવટ કરવાનો હક્ક છે. પણ તેનો અર્થ એ છે કે-એ સંસ્થા તો જૈન સંઘની જ છે. પણ જેન સંઘની એક વ્યક્તિ તરીકે ટ્રસ્ટી બનીને પોતે વહીવટ કરે છે, જેમાં સંઘની સમ્મતિ છે અને સંઘની. વહીવટી મહેનત ઓછી કરી સેવા કરે છે, અને તેથી જ તે સ્થાનિક સંઘની