________________
૨૨ ------------------------ રસોડું પણ બંધાવી શકે અને શયનાગાર પણ બંધાવી શકે : પણ સાધારણ ખાતાનો અર્થ એ નથી પણ ઉપર પ્રમાણે મર્યાદિત છે.
જ્ઞાન ખાતાનો અર્થ પણ ગમે તે જ્ઞાન માટે વાપરવાનો નથી, પણ સમ્યફ શ્રુતજ્ઞાનના પ્રયોજન માટે વાપરવાનો છે. તેમાં એ પણ સમજવાનું છે કે- કોઇ પણ ગૃહસ્થ શ્રી ભગવતી સૂત્ર ઉપર પૂજા નિમિત્તે રૂપિયો મૂકે, તો તે ધાર્મિક જ્ઞાન ખાતું છે; જેનો વપરાશ શ્રાવકને ન કલ્પે. પણ કોઇ ગૃહસ્થ કોઇ સારા અંગ્રેજી પુસ્તકનું ભાષાંતર કરાવીને છપાવવા માંગતા હોય અને તે નિમિત્તે ૫૦૦ રૂપિયા આપે, તો તે ધાર્મિક નહીં પણ ચેરીટેબલ-સખાવતી ખાતું છે. તેનો વપરાશ શ્રાવકને ધંધા નિમિત્તે બાધાકારી નથી. આ ભેદ પણ સમજવા જેવો છે.
હવે આ દ્રવ્યોનો વહીવટ કેમ કરવામાં આવતો હતો, તે પણ સમજવા જેવું છે. વહીવટ કરનારાઓને સંપૂર્ણ જવાબદારીથી વહીવટ સોંપવામાં આવતો હતો, અને સંભાળનારા સર્વ ભોગોને ભોગે તે વહીવટ સંભાળતા હતા. એટલે તેની ખાતર પોતાના અનેક ભોગો આપતા હતા. જ્યારે ભોગ ના આપી શકે ત્યારે જ તે સંઘને પાછો સોંપતા હતા અને બીજા તેવીજ વ્યક્તિઓ એ ઉપાડી લેતા હતા. તેનું કાંઇ પણ મહેનતાણું તેઓ લેતા ન્હોતા. અને તે પૈસા પણ ભેળસેળ ન થાય, તેને માટે કોથળીઓ જુદી રાખતા તથા નાણાંના સિક્કા પણ ભેળસેળ ન થાય એટલે સુધી કાળજી રાખતા; તો પછી પોતાના ઉપયોગમાં ઉપભોગની તો વાત જ શી ?
આવી રીતે સર્વસ્વના ભોગે ચાલતા વહીવટમાં કોઇને હિસાબ માંગવાનો હક્કજ ન્હોતો, કારણ કે- આવી વ્યક્તિઓ પાસે હિસાબ માંગવો એટલે તેની શાખને ધક્કો પહોંચાડવા બરાબર ગણાતું હતું. તે લોકોને માથે સારૂં કરવાની જવાબદારી હતી જ, તેમાં કોઇને પૂછવાનું નહીં. પણ મુશ્કેલી વખતે પોતાના ભોગ આપી છુટીને પણ સારું કરવાની જ હતી. તેમાં ટકી શકાય તેમ ન હોય તો સંઘને કે તેવી યોગ્ય વ્યક્તિને સોંપી દે, પણ ધક્કો પહોંચવા ન દે અને ધક્કો પહોંચે તેમ લાગતું હોય, તો સંઘ આગળ બતાવી