________________
ગયું હોય તો પણ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઇને રજીસ્ટ્રેશન કરાવી લેવું.
જો જાહેર ચેરીટેબલ સંસ્થા હોય એટલે કે સંસ્થા નફો કરવા માટે ઉભી ન થઇ હોય ઉપરાંત ધર્મ-રંગ-જાતિ વિગેરેના ભેદભાવ વગરની સંસ્થા હોય તો કલમ ૮૦/જી હેઠળ કરમુક્તિનું સર્ટીફીકેટ મેળવી શકાય છે એજ રીતે કલમ ૩૫ AC હેઠળનું કરમુક્તિનું સર્ટીફીકેટ પણ મેળવી શકાય છે.
સંસ્થાની ઉપર મુજબની નોંધણી તો થઇ ગઇ પરંતુ તેઓએ ચોપડા એટલે કે હિસાબો પણ વ્યવસ્થીત રાખવા જોઇએ. સામાન્ય રીતે ધાર્મિક સંસ્થા રોક્ક પધ્ધતિથી હિસાબો રાખે તે વધુ હિતાવહ ગણાય એટલે કે જે રકમ કે આવક મળે તે જ હિસાબમાં લેવાની તેજ રીતે જે ખર્ચ થાય તે જ હિસાબમાં સમાવવાનો. આ કારણે રસીદો એટલે કે રોકાણનું વ્યાજ દર વર્ષે મળી જાય તેવી રીતે કરવાનું લાંબી મુદતે પાકે ત્યારે વ્યાજ મળે તેવું રોકાણ કરવું હિતાવહ નથી.
હિસાબો નિયમિત લખાવા જોઇએ ટ્રસ્ટીશ્રીએ આ બાબત ઉપર ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. હિસાબનીશ ઉપર ટ્રસ્ટીઓએ અંકુશ રાખવો જોઇએ. જેથી ઉચાપત પણ ન થાય અને નામુ સમયસર લખાઇ જાય.
ઓડિટ પણ સમયસર કરાવી લેવું જોઇએ. વર્ષ પુરુ થાય તે પછીના ઓક્ટોબર મહિનાની છેલ્લી તારીખ સુધીમાં ઓડિટ કરાવી આવકવેરાનું પત્રક ભરી લેવું પડે છે. જો આમ ન થાય તો રોજના ૧૦૦ રૂ. દંડ થઇ શકે છે. માટે દરેક ટ્રસ્ટીઓએ જાગૃત થઇને ટ્રસ્ટનું આવકવેરાનું પત્રક ભરી દેવું જોઇએ.
આવકવેરાનું પત્રક મોડું ભરાય તે માટે દંડની જોગવાઇ છે. આ જોગવાઇ કાયદામાંથી દૂર કરાય તે માટે પ્રજામત જાગૃત કરી સરકાર ઉપર દબાણ લાવવું જોઇએ.
ટ્રસ્ટના હિસાબો હિસાબી સિધ્ધાંતો પ્રમાણે રખાવા જોઇએ ઉપરાંત ધર્મના સિધ્ધાંતો પ્રમાણે પણ લખાવા જોઇએ. જેમકે ધર્મના સિધ્ધાંત પ્રમાણે દેવદ્રવ્યનું દાન આવેલ હોય તો તે દેવદ્રવ્ય ખાતેજ લઇ જવું જોઇએ અને