________________
તેનો ઉપયોગ ધર્મના શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે જ કરવો જોઇએ. જેમકે દેવદ્રવ્યના પૈસા જિનમંદિર તથા જિનમૂર્તિ માટે જ વાપરી શકાય પરંતુ સાધારણ ખાતે કે સાધુ સાધ્વી કે શ્રાવક શ્રાવિકા માટે વાપરી શકાય નહીં.
આવકવેરાના કાયદા પ્રમાણે કાયમી દાન હોય તો તે આવકવેરા માટે કરમુક્ત બને છે તે સિવાયની આવક તથા ખર્ચ બાદ કરતાં જે આવક વધે તે કુલ આવકના ૧૫ ટકાથી વધારે હોય તો આવકવેરો ન ભરવો પડે તે માટેની કેટલીક જોગવાઇઓ જાણવા જેવી છે જેમકે વધતી આવક પછીના બાર માસમાં ટ્રસ્ટના હેતુ માટે વાપરી શકાય. આ માટે ઠરાવની કોપી તથા બાર માસમાં પૈસા વાપરીશુ તેવી અરજી કરવી પડે. જો મોટો આવકનો વધારો રહેતો હોય તો ફોર્મનં. ૧૦ ભરી પાંચ વર્ષ સુધીમાં જણાવેલ હેતુ માટે વાપરી શકાય. આમ કાયદાની આવી જોગવાઇઓનો લાભ લઇ આવકવેરામાંથી બચી શકાય છે. ટૂંકમાં ટ્રસ્ટના હેતુ માટે પૈસા વાપરવાના હોય અને નિયમિત રીતે કાયદાની જોગવાઇનું પાલન કરવામાં આવે તો કોઇ આવકવેરો ભરવાનો રહેતો નથી.
આવકવેરા ઉપરાંત ચેરીટી ઓફ્સિમાં પણ સરવૈયાની નકલ ફઇલ કરવાની હોય છે. ચેરીટી ઓફ્સિમાં ૯-ક ફોર્મ મુજબ ફળાને પાત્ર આવક ઉપર ૨ ટકા ફાળો ને ફી ભરવી પડે છે.
આ ફાળો ને ફી ૨ ટકા જે ગુજરાત સરકારે દાખલ કરેલ છે. તેમાં પણ પ્રજામત ઉભો કરી વેરો નાબુદ કરાવવો જોઇએ. આમ છતાં અત્યારે ૨ ટકા લેખે ચેરીટી ફાળો ભરવો પડે છે તે માટે ટ્રસ્ટની કુલ ગ્રોસ આવકમાંથી શું બાદ મળે અને શું બાદ ન મળે તેની યાદી આ સાથે જોડેલ છે.
ટ્રસ્ટનું ૯ ક ફોર્મ બનાવતા નીચેના મુદાઓ ધ્યાનમાં લેવા. ટ્રસ્ટને જે ૨ ટકા ફાળો ચેરીટી ઓક્સિમાં ભરવો પડે છે તે માટે ટ્રસ્ટને કુલ ગ્રોસ આવકમાંથી નીચેની આવકો બાદ મળે છે. (જો તે ભેટ સ્વરૂપે મળી હોય.)
(૧) જીર્ણોધ્ધાર (૨) સાધારણ ખાતુ (૩) જીવદયા (૪) સાધુ