________________
ર
ઓફ્સિમાં દસ રૂપિયાની ફી ભરી-સૂચિત બંધારણ/ટ્રસ્ટડીડ બતાવી લાવવાનું રહેશે.) ભરી તેની સાથે જરૂરી ઠરાવો જોડી, દસ્તાવેજ એટલે કે ટ્રસ્ટ ડીડ અથવા બંધારણ જોડી ૨ રૂ.નો કોર્ટ ફી સ્ટેમ્પ ચોંટાડી, આ અરજી ચેરીટી ઓફ્સિમાં, ફી ભરી, સોગંદ ઉપર ટ્રસ્ટીની સહી કરાવી ફાઇલ કરવી જોઇએ.
અરજી દાખલ કર્યા પછી તેમાં જો કોઇ ભૂલ ચેરીટી ઓફ્સિ શોધે તો સુધારીને નોંધણીનો દાખલો મેળવી લેવો જોઇએ. સામાન્ય રીતે ૨૦ થી ૩૦ દિવસમાં નોંધણીનો દાખલો મળી રહે છે.
આ દાખલો મળી રહે પછી ઇન્કમટેક્ષના કાયદા હેઠળ ટ્રસ્ટ ઉદ્ભવ્યા તારીખથી ૧ વર્ષની અંદર ફોર્મ નં. ૧૦/એએ ભરી રજીસ્ટ્રેશન અરજી કરવી भे જોઇએ. આ અરજી સાથે ટ્રસ્ટ ડીડની નકલ, ચેરીટી દાખલાની નકલ, ઓડિટેડ હિસાબો હોય તો તેની નકલ સાથે જોડીને ઇ.ટેક્ષ ઓફ્સિમાં દાખલ કરવી પડે છે. ઇન્કમટેક્ષ ઓફ્સિ આ અરજી તપાસીને, ઠીક લાગે તો નોંધણી કરી. કલમ ૧૨/એએ મુજબ ઇ.ટેક્ષ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ આપે છે. આ રજીસ્ટ્રેશન ખૂબજ જરૂરી છે. જો આ રજીસ્ટ્રેશન કરાવવામાં ન આવે તો ટ્રસ્ટને ગંભીર નુક્શાન થાય છે. આ રજીસ્ટ્રેશન આવકવેરા ઓફ્સિર ના મંજુર કરે તો તેના ઉપર અપીલ કરવાની કોઇ જોગવાઇ નથી. આ એક ગંભીર ક્ષતિ કાયદાની છે માટે કાયદામાં આ બાબતમાં સુધારા લાવવાની ખૂબજ જરૂર છે.
કોઇ ટ્રસ્ટ આ રજીસ્ટ્રેશન કરાવવાનું ભૂલી જાય તો ઘણી વખત ટ્રસ્ટને પાછળથી પારાવાર નુક્શાન થાય તેવી સ્થિતિ હોય છે માટે આવકવેરાના કાયદામાં સૌ પ્રથમ જે ટ્રસ્ટોના રજીસ્ટ્રેશન રહી ગયા હોય તેને રજીસ્ટ્રેશન માંગવા માટેની કોઇ રાહતની જોગવાઇ કાયદામાં લાવવી જોઇએ. જેમકે ટોકન દંડ લઇ રજીસ્ટ્રેશન કરી આપવું. આ એક ખૂબજ અગત્યનું સૂચન છે અને તેનો અમલ કરાવવા સરકાર ઉપર ખૂબજ દબાણ લાવવું જરૂરી છે. અહીંયા મારુ નમ્રસુચન છે કે દરેક ટ્રસ્ટે ઓછી આવક હોય તો પણ ઇન્કમટેક્ષ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ મેળવી લેવું જ. રજીસ્ટ્રેશન કરાવવાનું રહી