________________
શુભેચ્છા સંદેશ
ધર્માદા/ચેરીટેબલ ટ્રસ્ટોનો વહિવટ એ આજના સમયના સમાજનું એક અગત્યનું અંગ બનતું જાય છે. આજના કાળમાં
ધર્માદા ટ્રસ્ટોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. સાથે સાથે ટ્રસ્ટોને અનુસરવા પડતા કાયદાઓ ગૂંચવણ ભરેલા બનતા જાય છે. ટ્રસ્ટમાં આવેલ નાણાનો વધારાનો પ્રવાહ ક્યાં રોકવો ? તે પ્રશ્ન પણ આજના આ કપરા કાળમાં શિરદર્દરૂપ બનતો જાય છે. ધર્મના સિદ્ધાંતોનું પાલન, ટ્રસ્ટના હિસાબો રાખવાનું વિશિષ્ટ જ્ઞાન, ટ્રસ્ટીઓને વહિવટ માટે જરૂરી સમયનો અભાવ વગેરે અનેક પ્રશ્નોને કારણે કેટલાય વર્ષોથી માંગ ઉભી થઇ છે કે સાદી અને સરળ શૈલીમાં આવા ટ્રસ્ટોને વહીવટ માટે માર્ગદર્શન મળે તેવું પુસ્તક મળે તો સમાજને ખૂબ જ ઉપયોગી અને ળદાયી બની રહે.
જૈન સંસ્થાન - ગુજરાતના નેજા હેઠળ શ્રી જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પુસ્તક સ્ટોના અનેક પ્રશ્નોમાં સમાધાન આપશે એવી મને આશા છે.
શ્રી જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફ્લરેશનના પ્રમુખ શ્રી નૌતમભાઇ આર. વકીલે ખૂબજ જહેમત ઉઠાવી પ્રશંસનીય કાર્ય કરેલ છે જે જૈન સમાજ હંમેશ માટે યાદ રાખશે એવી શુભેચ્છા સહ.
- શ્રેયાંસ શાહ