________________
પ્રકાશકીય
ઘણા વખતથી એક વાત મનને સતાવ્યા કરતી હતી કે ધાર્મિક ટ્રસ્ટો દિનપ્રતિદિન વધતા જાય છે તેમ કાયદાકીય ગુંચવણો પણ વધતી જાય છે અને તેનું સાચું જ્ઞાન ન હોવાને કારણે ટ્રસ્ટના હિસાબો વિગેરેમાં ક્ષતિઓ થવાની સંભાવના વધી ગઇ છે, આજ સુધીમાં આ અંગેની જાણકારી બતાવતું કોઇ પુસ્તક પ્રકાશિત થયેલ ન હોઇને ટ્રસ્ટીઓ પણ મુંઝવણ અનુભવતા હતા.
આ વાત અમે માનનીય શ્રી નૌતમભાઇ આર. વકીલને વારંવાર કરતાં તેઓએ તેમના કામોને થોડા ગૌણ કરીને પણ આ માટેના પુસ્તકનું લખાણ તૈયાર કરી આપવા ખાત્રી આપતાં અમને ખૂબજ આનંદ થયો. તેઓએ દિવ્યકાંત ભાઇ કે. પરીખનો સહકાર લઇને આ પુસ્તક તૈયાર કરી આપ્યું કે આજે આપના કર કમળમાં મૂકતા આપ સૌની અલ્પસેવા કર્યાનો ઉલ્લાસ અનુભવીએ છીએ.
એજ. ભરતભાઇ બી. શાહ જયંતિલાલ પી. શાહ પદાર્થ દર્શન ટ્રસ્ટ
ટ્રસ્ટીઓ