________________
શુભેચ્છા સંદેશ
આજના સમયના સમાજમાં સદ્કાર્યો કરવા માટે ધર્માદા/ ચેરીટેબલ ટ્રસ્ટોનું અસ્તિત્વ અને તેનો યોગ્ય વહીવટ એ એક અગત્યનું અંગ છે અને આવા ટ્રસ્ટોની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે. આવા ટ્રસ્ટોના વહીવટમાં ટ્રસ્ટ એક્ટ, ઇન્કમ ટેક્ષ એક્ટ વિગેરે કાયદાઓના અભ્યાસની ખાસ જરૂર છે.
આ ઉપરાંત ટ્રસ્ટોના ફાજલ નાણાં ક્યાં સારી રીતે તથા સુરક્ષિત રહે તેમ રોકવા તે પણ એક મોટો પ્રશ્ન છે.
ધર્મના સીધ્ધાંતોનું પાલન, ટ્રસ્ટના હીસાબો અંગેનું જરૂરી જ્ઞાન, ટ્રસ્ટના વહીવટ અંગે તથા લાગુ પડતા કાયદાનું જ્ઞાન વિગેરેની સમજ અંગે જરૂરી સરળ માર્ગદર્શનની ઘણા સમયથી જરૂરત ઊભી થઇ હતી.
આ દિશામાં આગળ વધવા જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એસોસીએશનના પ્રમુખ શ્રી નૌતમભાઇ આર. વકીલે ઘણી જહેમત ઉઠાવી સુંદર અને સરળ પુસ્તક તૈયાર કર્યું છે તે ઘણું પ્રશંસનીય છે. આ પુસ્તક જૈન સંસ્થાનના નેજા હેઠળ જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્ એસોસીયેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે તેનાથી વિવિધ ધર્માદા ટ્રસ્ટોના ટ્રસ્ટીઓના ઘણા પ્રશ્નો હલ કરવામાં ઘણું જ મદદરૂપ થશે તેવી મને ખાત્રી છે.
શ્રી નૌતમભાઇ વકીલ ભવિષ્યમાં પણ આપણા સમાજને આવી સેવાઓ આપતા રહે તેવી શુભેચ્છા.
- અશોક સી. ગાંધી