________________
શુભેચ્છા સંદેશ
જૈન સંસ્થાન - ગુજરાતના નેજા હેઠળ શ્રી જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્ ફેડરેશનના પ્રમુખ શ્રી નૌતમભાઇ આર. વકીલે ધર્માદા (ચેરીટેબલ) ટ્રસ્ટ તથા તેને સંલગ્ન આવકવેરા અધિનિયમ-૧૯૬૧ની જોગવાઇઓ અંગે ચેરીટેબલ ટ્રસ્ટોને માર્ગદર્શન નામથી આ પુસ્તક લખ્યું છે. તેમનો આ પ્રયાસ ખુબજ અભિનંદનીય અને પ્રશંસનિય છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
તેમણે આ પુસ્તકમાં તેમના અનુભવ, જ્ઞાન અને સુક્ષ્મ નિરીક્ષણ તથા અભ્યાસના આધારે ધર્માદા ટ્રસ્ટને લગતી ધી બોમ્બે પબ્લીક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ તથા ધી ઇન્ડીયન ટ્રસ્ટ અધિનિયમની વિવિધ જોગવાઇઓ તથા તેને સંલગ્ન આવકવેરા અધિનિયમ-૧૯૬૧ની જોગવાઇઓની ઝીણામાં ઝીણી માહિતી ખૂબજ સરળ ભાષામાં સામાન્ય માનવી પણ સહજતાથી સમજી શકે તે રીતે આપી છે. વળી ધર્માદા ટ્રસ્ટોને રોજબરોજની કાયદાકીય જરૂરિયાતોને આવરી લેવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આમ આ પુસ્તક ખાસ કરીને ધર્માદા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને અને વહિવટદારોને તથા સામાન્ય વાચકોને માર્ગદર્શકરૂપ બની રહેશે.
મોહનરાજ મીસરીમલ સીંગી ઉપ પ્રમુખ જૈન સંસ્થાન - ગુજરાત