SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શુભેચ્છા સંદેશ છે. વર્તમાન સમયમાં ધર્માદા તથા ધાર્મિક ટ્રસ્ટોની સંખ્યામાં વધારો થયો છે અને તેનો વહીવટ એ આજના સમાજનું એક અગત્યનું અંગ બનતું જાય છે. આજે ટ્રસ્ટોને અનુસરવાના કાયદાઓ વધ્યા છે. તેમજ વધુ જટીલ અને ગુંચવણભર્યા બનતા જાય છે. વળી ટ્રસ્ટો પરના સરકારી અંકુશો વધ્યા છે. એક બાજુ ટ્રસ્ટોનો નિભાવ ખર્ચ વધતો જાય છે તો બીજીબાજુ ઘટતા વ્યાજના કારણે ટ્રસ્ટોની ચાલુ આવક ઘટી છે. વળી ટ્રસ્ટોની વધારાની કે દાનના સ્વરૂપે થતી આવકો ક્યાં રોકવી તે ટ્રસ્ટીઓ માટે સમસ્યા બની ગઇ છે. જ્યારે ટ્રસ્ટોના વહિવટદારો પાસે સમયનો અભાવ રહ્યો છે ત્યારે ધર્મના સિધ્ધાંતોની મર્યાદામાં રહી ટ્રસ્ટોનો વહિવટ કરવો, ટ્રસ્ટને લગતા કાયદાઓનું પાલન કરવું અને વ્યવસ્થિત હિસાબો રાખવા વગેરે બાબતો જોતાં ધર્માદા અને અન્ય સામાજિક ટ્રસ્ટોનો વહિવટ એક પડકારરૂપ બન્યો છે. [ આ સ્થિતિમાં ટ્રસ્ટોના વહિવટની જાણકારી વધારવા, કાયદાઓનું કેવી રીતે પાલન કરવું અને તેના અનેકવિધ પ્રશ્નોના ઉકેલમાં માર્ગદર્શન મળી રહે તેવી સાદી અને સરળ ભાષામાં લખાયેલ માહિતી સભર પુસ્તકની ખોટ હતી તે જોતાં જૈન સંસ્થાન - ગુજરાતના નેજા હેઠળ શ્રી જૈન ચાર્ટર્ડ એકાઉટન્ટસ ફેડરેશન દ્વારા આ પુસ્તક તૈયાર કરી પ્રગટ કરવામાં આવે છે તે ટ્રસ્ટોના વહિવટદારો માટે ખૂબ જ ઉપયોગી બનશે તથા તેઓના અનેક મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન ક્રશે એવી મને આશા છે. ગયા વર્ષે શ્રી જૈન ચાર્ટર્ડ એકાઉન્ટસ ડરેશન અને શ્રી જૈન એડવોકેટ ડિરેશને ધર્માદા ટ્રસ્ટોના વહિવટદારો માટે જે ચર્ચાસભા યોજી હતી અને તેમાં જે મુદાઓ અને વિષયો ચર્ચાયા હતા તે આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક તૈયાર કરવામાં શ્રી જૈન ચાર્ટર્ડ એકાઉન્ટસ્ સ્ડરેશનના વર્તમાન પ્રમુખ શ્રી નૌતમભાઇ આર. વકીલે ખૂબજ મહેનત ઉઠાવી પ્રશંસનિય કાર્ય કરેલ છે જેના માટે જૈન સમાજ હંમેશ માટે તેમનું અણિ રહેશે. આ કાર્ય માટે પહેલ કરવા બદલ શ્રી જૈન ચાર્ટર્ડ એકાઉન્ટસ ડરેશનને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. સંવેગ એ.લાલભાઇ પ્રમુખ જૈન સંસ્થાન - ગુજરાત
SR No.023281
Book TitleCharitable Trustone Margdarshan
Original Sutra AuthorN/A
AuthorPadarth Darshan Trust
PublisherPadarth Darshan Trust
Publication Year2004
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy